Charchapatra

ક્ષત્રિયોનું અપમાન

રાજકોટના સાંસદ અને ઉમેદવાર શ્રી રૂપાલા જે કેન્દ્રીય મંત્રી છે તેણે બોલવામાં કરેલ બફાટને પગલે મતદારોનો રોષ ફાટી નીકળ્યો છે. આ રૂપાલા પહેલાં ગુજરાત ભાજપના પ્રમુખ હતા, તે વખતે વારંવાર બફાટ કરી વિવાદ ઊભો કરતા. તેમણે અમુક વાતો કરી, જેમાં ક્ષત્રિય રાજાઓ પ્રજા પર જુલમ કરતા હોવાનું અને ક્ષત્રિય રાજાઓએ મોગલ (મુસ્લીમ) કુંવરોને દીકરીઓ પરણાવી હોવાની વાત કરી.

સૌરાષ્ટ્રનાં રજવાડાંના રાજાઓએ પોતાનું રાજ બચાવવા પ્રજા પર જોરજુલમ કર્યા હશે જ, પરંતુ એ તો પોતાના હકની રક્ષા માટેનું કામ થયું. હાલમાં ભાજપ સરકાર પોતાનું રાજ ચાલુ રાખવા કાંઈ ઓછું કરે છે? તેની સરખામણીમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય રાજાઓ તો કાંઈ જ ન કહેવાય. ગોંડલ કે ભાવનગરના રાજા જેવા કોઈ મુ.મંત્રી પેદા થયા છે? હવે મોગલો સાથે બેટીવ્યવહારની વાત કરી. એને થયે 400 વર્ષ વિતી ગયાં એ સમયે હિન્દુ સમાજ જ ક્યાં હતો? વળી મારે એની તલવાર જેવો ઘાટ એ જમાનામાં હતો અને આખરે કોમી-ભાઈચારાવાળો એ સંબંધ હતો.

એ વિચાર રાજસ્થાનના ક્ષત્રિય રાજાઓએ હિંદુસ્તાનને આપેલો, પરંતુ રૂઢિચુસ્ત હિંદુ પરિબળોએ એ વિચાર અપનાવ્યો તો નહીં. ગાંધીના સમાજફોડ ‘સનાતન ધર્મ’ની ચુંગાલમાં આવી ગયા અને દેશનું વિભાજન થયું. આજે એ જ લોકો ‘અખંડ ભારત’ની વાત લઈને આવ્યા છે એમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના મુસ્લિમો પણ આવે છે, તેની ખબર છે? વળી આ મુસ્લિમો ભારત જેવા ભ્રષ્ટાચારી ભૂખ્યા લોકોથી ઉભરાતા અને એક જ્ઞાતિના માણસોનું વર્ચસ્વ ધરાવતા દેશ સાથે સંકળાવા કદી તૈયાર થાય નહીં. માત્ર હિન્દુ-મુસ્લિમની વાત અલગ રાખો, હિન્દુઓ તો જાતજાતની જ્ઞાતિઓ વચ્ચે પણ ભેદભાવો રાખે છે. મંદિરમાં પ્રવેશવું નહીં એવા બોર્ડ મૂકતાં આવા કહેવાતા હિંદુઓ શરમાતાં નથી. ખરેખર એ લોકો હિંદુ નહીં, પણ કોઈ બ્રાહ્મણ, વૈશ્ય કે નવા જનોઈધારી ઓબીસી હોય છે.

આ માનસિકતા રૂપાલાએ છતી કરી દીધી. પોતે શુદ્ર છે એ વાત જ એ મહાશય ભૂલી ગયા છે. ખરેખર તો ‘‘મનુસ્મૃતિ’’ના આદેશો પ્રમાણે તેણે ક્ષત્રિય સમાજની સેવા કરવી જોઈએ તેને બદલે અપમાનજનક શબ્દો માત્ર ક્ષત્રિય સમાજ માટે જ નહીં, દલિતો માટે પણ ઉચ્ચારી તેણે એક વાત પુરવાર કરી આપી કે, પૈસા કે સત્તા આવી જવાથી સંસ્કાર આવતા નથી. આવા માણસોને મોદી શું જોઈને કેન્દ્રીય મંત્રી બનાવે છે? ક્ષત્રિયોને ગાંધીએ જબરજસ્ત અન્યાય કર્યો છે. આઝાદીના સંચાલકો તરીકે બ્રાહ્મણો જ પસંદ કરેલા કોઈ ક્ષત્રિયને સંચાલક બનાવેલ નહીં, આ સંચાલકો આઝાદી પછી મંત્રી, ગવર્નર, મુખ્યમંત્રીઓ બની ગયેલા.
સુરત- ભરતભાઈ આર. પંડ્યા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ખાડાની ધારે રામ કથા ભક્તિ
આ અને બોપી વચ્ચે વનરાઈ વાળી ઉપર વાસના ખાંડા ગાજો તા. 9-4 થી 17-4 સુધી છે. મોરારિબાપુની કથા ચાલી રહી 25 હજાર ભકતો રામ ભક્તિમાં બાપુની કથા ગાન ભક્તિ સાંભળશે. સાથે સાથે ચૂંટણી આચારસંહિતાનું પણ ઓબ્ઝરવેશન કરશે. મહા પ્રસાદનું પણ આયોજન થયું છે. સતી તોરલે ગાયું છે ગુરુના મહિમાનો પાર નથી પણ ભક્ત તો ખાંડાની ધાર છે. મૂળ આ રામનગરના રાજવી અને ધરમ દેવના ધરમથી ભરેલા આ ગોકુળિયા ગામે બોપીની ગોપીઓ જનકપુરની સીતાને સંભારશે ને તે તો કોને ખબર?
ધરમપુર – ધીરુ મેરાઈ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top