Vadodara

કાર્પેટિંગ-પેચવર્ક સહિતની કામગીરી કરવા સૂચના

વડોદરા : વડોદરા શહેરમાં ગણેશઉત્સવને લઈ શ્રીજીની આગમન સવારીઓ નીકળવાની શરૂઆત થઈ રહી છે.તો બીજી તરફ શહેરમાં ઠેર ઠેર ઉબડખાબડ રોડને લઈને શ્રીજી ભક્તોમાં પણ છૂપો રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે પાલિકાની વડી કચેરી ખાતે મ્યુ.કમિશ્નરની અધ્યક્ષતામાં સીટી એન્જીનીયર,રોડ શાખાના અધિકારીઓ અને તમામ કાર્યપાલક ઈજનેરો સાથે બેઠક કરી રસ્તાઓનું કાર્પેટિંગ,પેજવર્ક સહિત ખાડા પુરવા અંગે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે રસ્તાઓની અત્યંત બીસમાર હાલત બની છે. લાખોના ખર્ચે તાજેતરમાં જ બનાવાયેલા રોડ ધોવાઈ જતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. તો બીજી તરફ શહેરના એવા કેટલાય વિસ્તારો છે જ્યાં વિકાસના દાવા ખોટા સાબિત થયા છે.પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે.તો ક્યાંક વિકાસ રૂંધાયો હોય તેમ લાગી રહ્યું છે બીજી તરફ ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં તમામ તહેવારો રંગે ચંગે અને ઉત્સાહભેર મનાવવામાં આવે છે કોરોનાના કપરાકાળ દરમિયાન તહેવારો ફિક્કા રહ્યા હતા.

પરંતુ હવે જ્યારે કોરોના નબળો પડ્યો છે.અને નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે.ત્યારે લોકોમાં પણ તહેવારો ઉજવવા થનગનાટ જોવા મળી રહ્યો છે. ગણેશ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધીમે ધીમે હવે શ્રીજી ની આગમન સવારીઓ નીકળવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલની અધ્યક્ષતામાં સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર સહિત રોડ ખાતાના તમામ અધિકારીઓ ડેપ્યુટી મ્યુ. કમિશનર ચારેય ઝોનના કાર્યપાલક ઇજનેર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને આગામી ગણેશ ઉત્સવને લઈને વરસાદથી રસ્તા પર પડેલા ખાડાઓનું સમારકામ, ખરાબ રસ્તાઓનું કાર્પેટીંગ તેમજ પેચ વર્કની કામગીરી કરવા અંગે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.

Most Popular

To Top