uncategorized

20 વર્ષ પૂર્વે હુલ્લડના ગુનામાં સંડોવાયેલા 16 આરોપી નિર્દોષ

વડોદરા: શહેરના સલાટવાડામાં આવેલી હરિભક્તિ ચાલીમાં તોફાની ટોળાએ આંગ ચંપી કરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડતાં હલ્લડના ગુનાની ફરિયાદ કારેલીબાગ પોલીસ મથકે નોંધાઇ હતી. જે ગુનામાં સંડોવાયેલા ૧૬ આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો અદાલતે હુકમ કર્યો હતો. સન ૨૦૦૨માં ગોધરાકાંડના બનાવ બાદ વિશ્વ હિન્દુ પરિષદે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું તે અરસામાં બંનેકોમના ટોળા વચ્ચે ગુજરાતભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા ઠેરઠેર લૂંટફાટ આગચંપી અને હત્યાનો સિલસિલો જોવા મળતો હતો.

વડોદરા પણ કોમી અથડામણ ના ભરડામાં આવી જ ગયું હતું ફેબ્રુઆરી માસ મા સલાટવાડા ની હરિભક્તિ ચાલીમાં તોફાનીટોળાએ ચોતરફથી ઘેરી ને મોટા પ્રમાણમાં તોડફોડ કરી હતી તેમજ સ્થાનિક રહેવાસીઓની સેકડો મિલ્કતોમાં લૂંટફાટ કરીને આગ ચંપી કરી હતી. કોમી અથડામણની ઘટનાના પગલે શહેરમાં હાહાકાર મચી ગયો હતો. બનાવમાં ૩૮ લાખ રૂપિયાનું નુકસાન માં 16 આરોપીઓની સંડોવણી કારેલીબાગ પોલીસ મથકે નોંધઈ હતી.

આરોપીઓમાં રાજન મોહિતે, કલ્પેશ પટેલ, મનોજ કોપટી, રાજેશ કોપટી, શેખર સંભાજી, ભરત ચૌહાણ, રાજેશ સુવર્ણ,જયદીપ સાવંત, મિલન બારોટ, રાજુ બારોટ, અમિત ગોડવલે, વિકાસ બારોટ અને સદાનંદ દેસાઈ વિરુદ્ધના ગુનાનો કેસ કોર્ટમાં ચાલી ગયો હતો બંને પક્ષોની ધારદાર દલીલો નવ દસ્તાવેજી પુરાવાની ચકાસણી 10 મૌખિક પુરાવા કોર્ટે ધ્યાને લીધા હતા ગુના ના ફરિયાદી તથા સાક્ષીઓએ મિલકતને થયેલા નુકસાન અંગેની તમામ વિગતો આપી હતી પરંતુ તે અંગેના પુરાવા આપવામાં નિષ્ફળ નિવડ્યા હતા ઉપરાંત ગુનામાં સંડોવાયેલા આરોપીઓની હાજરી અંગેનો પણ કોઈ જ રેકોર્ડ મળ્યો ન હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે,  આરોપીઓ ઘટના અંગે જાણ થયા બાદ તેઓના ઘરે પહોંચ્યા હતા. તમામના પુરાવાને ધ્યાને લીધા બાદ કોર્ટે  નોંધ્યું હતું કે ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને સહિયારો સાથે ગુનો કર્યું હતું તથા ફરિયાદી અને તેના સાક્ષીઓની મિલકતોને લાખોનું નુકસાન પહોંચાડી કરફ્યુભંગ અને હથિયાર ભંગનો ગુનો કર્યો હોય હોય હકીકત પુરવાર થતી નથી જેથી તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો અદાલતે આદેશ આપ્યો હતો.

મારી કાર્યક્ષેત્ર ઓફિસ સલાટવાડામાં હોવાથી મારું નામ સંડોવાયું હોવાની આશંકા છે : સદાનંદ દેસાઇ

વડોદરામાં સંઘ પ્રચારક તરીકે સેવા આપતા હતા તેજ આરએસએસ સંઘ અને ભાજપ પક્ષના પાયાના પથ્થર સમાજ મનાતા સદાનંદ દેસાઈને પણ ગુનામાં સંડોવી દેવાયા હોવાનું જણાવ્યું હતું તેમણે એમ જણાવ્યું હતું કે 1996 સુધી સલાટવાડામાં રહેતો હતો. ત્યારબાદ દાંડિયાબજારમાં રહેતો હતો પરંતુ મારું કાર્યક્ષેત્ર ઓફિસ સલાટવાડામાં હોવાથી અવર જવરના કારણે મારું નામ સંડોવાયું હોવાની આશંકા છે ઉલ્લેખનીય છે કે 2010 સુધી સંગ્રહ સક્રિય કાર્યકર તરીકે હવે ચૂકેલા માજી કોર્પોરેટર સદાનંદ દેસાઈ હાલમાં 70 વરસે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે વીસ વરસની કાનૂની લડત બાદ તેમને ન્યાય મળ્યો હોવાની અનહદ ખુશી થઇ હતી.

Most Popular

To Top