અભિનેત્રી પ્રિયંકા ચોપરા ( PRIYNKA CHOPRA) નો ઓપ્રા (OPRAH WINFREY) ને આપેલો ઇન્ટરવ્યૂ ભારે વાયરલ થઈ રહ્યો છે. પ્રોમોસ બહાર આવતાની સાથે જ અભિનેત્રીના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ સામે આવી રહ્યા છે.
તે ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ અંગત જીવનથી કારકિર્દી સુધીના દરેક પાસા પર ખુલાસા કર્યા છે. અભિનેત્રીએ પણ તેના નવા પુસ્તક વિશે રસપ્રદ વાતો જણાવી છે. પરંતુ કેટલાક એવા ખુલાસા થયા છે જેના પર ઘણો વિવાદ ચાલી રહ્યો છે.પ્રિયંકાના કહેવા પ્રમાણે, જ્યારે તે ફિલ્મની દુનિયામાં નવી આવી ત્યારે તે સમયે તેની સાથે યોગ્ય વર્તન કરવામાં આવ્યું ન હતું. તેમને એક વખત ડાન્સ પરફોર્મન્સ આપવા પણ કહેવામાં આવ્યું હતું.
તેણે આ વિશે કહ્યું છે- મારી કારકિર્દીની શરૂઆતમાં, મને નૃત્ય પ્રદર્શન આપવા કહેવામાં આવ્યું હતું. મને જરા પણ સારું નહોતું લાગ્યું. હું એકદમ ડરી ગઈ હતી.આ સાથે જ પ્રિયંકાએ એમ પણ કહ્યું છે કે તેને સિસ્ટમની અંદર કામ કરવાની ફરજ પડી હતી. તે કહે છે- હું ક્યારેય તે ડિરેક્ટરનું નામ કહી શકી નથી, આ દુખદ છે. હું મનોરંજન ઉદ્યોગમાં નવી હતી, આવી સ્થિતિમાં મને મારી છાપ ખોટી જોઈતી નહોતી જ્યાં એવું લાગે છે કે મારી સાથે કામ કરવું મુશ્કેલ છે.
પ્રિયંકાને નાનપણથી જ ખૂલીને બોલવાની સ્વતંત્રતા મળી હતી. તે હંમેશાં પોતાના વિચારો બધાની સામે રાખતી. પરંતુ તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કે તે તે કરી શકી ન હતી અને તેના માટે તેને દિલગીરી પણ છે.જો કે, તે મુલાકાતમાં પ્રિયંકાના નિવેદન પર ઘણી ચૂટ્કી પણ લેવામાં આવી રહી છે. અભિનેત્રીએ કહ્યું કે તેના પિતા મસ્જિદમાં ગીતો ગાતા હતા. લોકો આ નિવેદન પર તેમને ખૂબ ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે.
હાલ પ્રિયંકા ચોપરા તેની બુક, તેની નવી હોટલ અને તેના ઇન્ટરવ્યુને લઈને સતત સોસિયલ મીડિયામાં ચમક્યા કરે છે.ત્યારે તેના ઇન્ટરવ્યુમાં કરેલા અમુક ખુલાસાઓને લઈને ભારે વિવાદ પણ થઈ રહ્યો છે.