નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) રાજૌરીમાં ગુરુવારે મોટો આતંકી હુમલો (Terrorist Attack) થયો હતો. આ હુમલામાં સેનાના (Indian Army) ત્રણ જવાન (Soldier) શહીદ થયા છે. આતંકીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. રિપોર્ટ અનુસાર રાજૌરીના થાનામંડીમાં 20મી ડિસેમ્બરની રાતથી ઓપરેશન ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ 21 ડિસેમ્બરે બપોરે લગભગ 3.45 વાગ્યે સેનાના બે વાહનો ઓપરેશન સ્થળ પર પહોંચ્યા, જેના પર આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી સેના દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા જ્યારે ત્રણ ઘાયલ હોવાનું કહેવાય છે. હાલમાં સેનાનું આ ઓપરેશન ચાલી રહ્યું છે.