પેટ્રોલનો ભાવ લીટરે સો વટાવી ગયો છે તો પણ શહેરોમાં કારો ઓછી થઈ નથી. અખબારોમાં રોજ આ માટે બુમરાણ હોય છે. ફોટાઓમાં કારની લાઈન બતાવવામાં આવે છે. કારણ જે કાર વાપરનારા છે તે મોટા ભાગના ઉદ્યોગપતિઓ છે અને તે પ્રજાને લૂંટવામાં પાછી પાની કરતાં નથી. મોટા ઉદ્યોગપતિઓ આગળ સરકાર પણ લાચારી અનુભવે છે તો પણ બીજા નાના ઉદ્યોગપતિઓ, કામદારો વગેરે પ્રજા પણ શું કરી શકે. હા, પ્રજા જો મોટા ઉદ્યોગપતિઓની કંપનીના માલનો બહિષ્કાર કરે અને કારને બદલે બળતણ ઓછું બળે તેવા યા હવે તો ઈ-કાર જેવાં વાહનો ભારતમાં જ બનવા લાગ્યાં છે. એક ઈલેકટ્રીક મોટરસાયકલ ચાર્જ કર્યા પછી સો કિલોમીટર સુધી ચાલી શકે છે.
એવી 9 કારોમાં ડ્રાય બેટરીઓ મૂકી ચાર્જ કરવામાં આવે છે તે પ્રમાણે ઉપયોગમાં લે તો તરત જ પેટ્રોલ-ડીઝલના ભાવ ગગડી જાય. પરંતુ ભારતની પ્રજા હજી સમજદાર નથી. રાષ્ટ્રવાદ જેવો શબ્દ સાંભળ્યો પણ નથી હોતો. પરંતુ પ્રજા જો ચાહે તો આ બળતણના ભાવ ઉતારી શકે. સરકાર તો ટેક્સ નાંખી જ જીવી શકે છે. કારણ કે દેવાદાર સ્થિતિ જ મહાકાય હોય છે. એટલે દરેક બાબતમાં પ્રજાએ જ સમજ વાપરી મોંઘી વસ્તુઓ બને ત્યાં સુધી વાપરવી નહીં અને સસ્તાં સંશોધનો થાય છે તેનો ઉપયોગ કરવો જોઈએ. વિયેતનામનો રાષ્ટ્રપતિ ખેડૂત છે અને ખેતી કરે છે તથા સાયકલ પર પોતાની ઓફિસે જાય છે. આ દાખલા ભારતની પ્રજા માટે પૂરતો છે!પોંડીચેરી – ડો. કે.ટી. સોની. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.