ઈન્ડોનેશિયાની સરકારે (Indonesia’s Government) નિર્ણય લીધો છે કે તે ફૂટબોલ સ્ટેડિયમને (Football Stadium) તોડી પાડશે જ્યાં ભાગદોડમાં 133 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યાંના પ્રમુખ જોકો વિડોડોએ તેમના દેશના લોકોને વચન આપ્યું છે કે તેઓ આ સ્ટેડિયમને તોડીને તેને નવી રીતે બનાવશે જેથી ભવિષ્યમાં (Future) આવી કોઈ ઘટના ફરી ન બને. સૌથી મોટી વાત એ છે કે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ આ નિર્ણય ફીફાના પ્રમુખ (FIFA President) જિયાની ઈન્ફેન્ટિની સાથે મુલાકાત કર્યા બાદ લીધો છે.
- ઇન્ડોનેશિયા ફૂટબોલ સ્ટેડિયમને તોડી પાડશે જ્યાં નાસભાગમાં 133 લોકો મૃત્યુ પામ્યા હતા
- પર્સેબાયાના ખેલાડીઓને સુરક્ષા આપવી પડી હતી
- ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ આ નિર્ણય ફીફાના પ્રમુખ જિયાની ઈન્ફેન્ટિની સાથે મુલાકાત કર્યા બાદ લીધો
- આ સ્ટેડિયમને તોડીને તેને નવી રીતે બનાવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને
શું થયું હતું તે દિવસે
1 ઓક્ટોબર 2022 ના રોજ ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા સ્થિત ફૂટબોલ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી હતી. આ ફૂટબોલ મેચ હતી પર્સેબાયા સુરાબાયા વિરૂદ્ધ જાવાનીઝ ક્લબ અરેમા વચ્ચે. આ મેચમાં પર્સેબાયા સુરાબાયાનો વિજય થયો હતો, પરંતુ આ જીત જાવાનીઝ ક્લબ અરેમાના સમર્થકો પચાવી શક્યા ન હતા. આ પછી સ્ટેડિયમમાં જ બંને ટીમના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ એન્કાઉન્ટર એટલું ઘાતક હતું કે આખા સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી અને તેમાં 133 લોકોના મોત થયા હતા.
પર્સેબાયાના ખેલાડીઓને સુરક્ષા આપવી પડી હતી
મીડિયા અહેવાલો અનુસાર લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે તેમની ટીમની હાર બાદ અરેમાના હજારો ચાહકો મેદાનમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન પર્સેબાયાના ખેલાડીઓ તરત જ મેદાન છોડી ગયા હતા. લોકો એટલા ઉગ્ર હતા કે પર્સેબાયાના ખેલાડીઓને સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી હતી, જોકે તેમ છતાં મેદાનમાં રહેલા કેટલાક એરેમા ખેલાડીઓ પર પણ ટોળાએ હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે પોલીસે ભીડવાળા સ્ટેન્ડ પર ટીયર ગેસના શેલ છોડ્યા બાદ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના પરિણામે અનેક જાનહાનિ થઈ હતી. આ ઘટના બાદ ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ તેમના દેશના લોકોને વચન આપ્યું છે કે તેઓ આ સ્ટેડિયમને તોડીને તેને નવી રીતે બનાવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને.