ઇન્ડોનેશિયાના જાવા ટાપુ સહિતના વિવિધ વિસ્તારોમાં હાલ વર્ષા ઋતુ ચાલી રહી છે અને રાજધાનીના શહેર જાકાર્તામાં પણ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે.
એક કરોડ કરતા વધુ વસ્તી ધરાવતા આ શહેરમાં કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદને કારણે પૂરના પાણી ૧.૮ મીટર જેટલા ઉંચા થઇ ગયા હતા અને શહેરના દક્ષિણ અને પૂર્વના વિસ્તારોમાંથી ૧૩૮૦ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવું પડ્યું હોવાનું જાણવા મળે છે.
રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થતા લોકો અને પાણીમાં ડૂબી ગયેલી કારોના ફોટા લોકોએ સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા. રબર બોટોમાં બેસીને બચાવ કાર્ય કરી રહેલા બચાવ કાર્યકરો પણ જોવા મળી રહ્યા હતા.