CWG બર્મિઘમ :ભારતીય કુસ્તીબાજ (Indian wrestler) રવિ દહિયાએ બર્મિંગહામમાં (Birmingham) ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022) અજાયબીઓ કરી હતી. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ (GOLD) ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે રવિ દહિયા પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો.
57 કિલોની કેટેગરીમાં ગોલ્ડ હાસિલ કર્યો
ભારતના સ્ટાર પહેલવાન રવિ કુમાર દહિયાએ પહેલી વાર રાષ્ટ્રમંડળ રમતોના મૅડલ હાસિલ કર્યો છે.તેમણે પહેલો ગોલ્ડ મૅડલ કોમન વેલ્થ રમતમાં મેળવ્યો છે.રવિન્દ્રએ તેમના ધાકડ અંદાજમાં રેસલિંગનું પ્રર્દશન કરીને ગોલ્ડ હાસિલ કર્યો છે.ફાયનલ રમતમાં દહિયાનો મુકાબલો નાઈજિરિયન રેસલર એબીકેવેનીમોં વિલ્સ સાથે હતો.જેની વિરૃદ્ધ તેમને જોરદાર પ્રદશૅન કર્યું હતું.
દહિયાનો કોમનવેલ્થ રમતોમાં પ્રથમ મેડલ
ભારતના સ્ટાર રેસલર રવિ કુમાર દહિયાએ પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. તેનો પહેલો મેડલ ગોલ્ડ છે.રવિ દહિયાની જોરદાર દાવ, ભારતને કુસ્તીમાં વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો. રવિ દહિયાએ કુસ્તીમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. દહિયાએ ફાઈનલ મેચમાં ટેક્નિકલ શ્રેષ્ઠતાના આધારે નાઈજીરિયાના કુસ્તીબાજને 10-0થી હરાવ્યો હતો.
અટાયર સુધી 11 ગોલ્ડ અને કુલ 32 મેડલ
10 ગોલ્ડ સહિત કુલ 32 મેડલ જીત્યા છે. આઠમા દિવસે માત્ર કુસ્તીમાં ત્રણ ગોલ્ડ સહિત 6 મેડલ આવ્યા હતા. વિનેશ ફોગાટ પણ કુસ્તીબાજોમાં પોતાની તાકાત બતાવતી જોવા મળે છે. જ્યારે બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની પણ આજે મેચ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ સેમિફાઇનલ ઇંગ્લેન્ડ સામે રમશે. ભારતે અત્યાર સુધીમાં 10 ગોલ્ડ સહિત કુલ 32 મેડલ જીત્યા છે. આઠમા દિવસે માત્ર કુસ્તીમાં ત્રણ ગોલ્ડ સહિત 6 મેડલ આવ્યા હતા.બીજી તરફ વિનાશ ફોગાટે પણ કુસ્તીમાં ભારત માટે વધુ એક ગોલ્ડ, વિનેશ ફોગાટે રવિ દહિયા બાદ તુરંત જ ગોલ્ડ જીતી લીધો હતો.
વિનેશ ફોગાટની ગોલ્ડની હેટ્રિક
બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજોનું પ્રભાવશાળી પ્રદર્શન આજે પણ ચાલુ છે. રવિ દહિયા બાદ ભારતની વિનેશ ફોગટે પણ બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિનેશ ફોગાટે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક ફટકારી છે.