Gujarat

એકે-56 વડે પોરબંદરમાં ભારતીય રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે થયું ફાયરિંગ,બેના મોત બે ઘાયલ

ગાંધીનગર :ભારતીય (Indian) રિઝર્વ બટાલિયનના (Reserve Battalion) જવાનો વચ્ચે અચાનક ઝડપ થઇ જતા મામલો ગરમાયો હતો. અને ત્યારબાદ ફાયરિંગ (Fairing) થયું હતું. આ ઘટનામાં બે જવાનોના મોત થયા છે અન્ય બે જવાનો ગંભીર રૂપે ઘાયલ થઇ ગયા હોવાની સૂચન મળી છે. ઘાયલ જવાનોને તતકલીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે ફાયરિંગ કાયા કારણોથી થયું હતું તે હજી સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ પ્રસાસન અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઘટનાની ગંભીરતાને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળ ઉપર ઉપસ્થિત થઇ ગયો હતો.

જવાનો ચૂંટણીની ફરજ માટે આવ્યા હતા
પોલી સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એક જવાને તેના જ સાથી ઉપર ફાયરિંગ કર્યું હતું.જેમથી એક જવાને એકે-56 વડે તેના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું. આ ફાયરિંગની આ ઘટના ઘટી હતી ત્યારે અન્ય કોઈ જવાન ફરજ પર ન હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મૃતક જવાનના નજીકના સંબંધીઓ અને અન્ય જૂથના જવાનોની પણ પૂછપરછ કરી રહ્યા છે. આ ઘટનાના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.

ફાયરિગ કરવાનું કારણ હજુ પણ આકબંધ
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર ચીલ ઝડપ બાદ આ ફાયરિંગ થયું હતું. સામસામે થયેલા ફાયરિંગમાં બા જવાનોનું તો ઘટના સથળે જ મોત થઇ ગયું હતું.જયારે સામા ફાયરિંગમાં બટાલિયનના અન્ય બે જવાનો ઘાયલ થઈ ગયા હતા.જેમને તુરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હાલ તેઓની પૂછપરછ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top