SURAT

ઇન્ડીગો 28 માર્ચથી સુરત-ચેન્નાઇ અને સુરત-જયપુરની ડેઇલી ફલાઇટ શરૂ કરશે

સુરત: (Surat) ઈન્ડીગો એરલાઇન્સ (Indigo Airlines) દ્વારા દ્વારા સમર શિડ્યુલમાં બે ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આગામી તા. 28 માર્ચથી સુરત-ચેન્નાઈ અને સુરત-જયપુરની એરકનેક્ટિવીટી ઈન્ડીગો દ્વારા શરૂ કરવામાં આવશે. શહેરના નાગરિકો દ્વારા માંગણી કરવામાં આવતા ઈન્ડીગો દ્વારા સમર શિડ્યુલમાં સુરત-ચેન્નાઈની ફ્લાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોરોના પહેલાં સુરત-ચેન્નાઈ વચ્ચે ફ્લાઈટ કનેક્ટિવીટી હતી, પરંતુ ત્યાર બાદ તે બંધ થઈ ગઈ હતી. ચેન્નાઈ અને સુરત વચ્ચે વિમાની સેવા શરૂ કરવા માટે શહેરના નાગરિકો દ્વારા માંગણી કરાતી હતી, તેને પગલે ઈન્ડીગો દ્વારા સમર શિડ્યુલમાં સુરત-ચેન્નાઈની ફ્લાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્ડીગો દ્વારા 28 માર્ચથી ચેન્નાઈથી સાંજે 17.40 ફ્લાઈટ સુરત આવશે અને સુરતથી 18.15 ઉપડી પરત ચેન્નાઈ જશે. તે ઉપરાંત ઈન્ડીગો દ્વારા સુરત-જયુપર વચ્ચે પણ વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. 28 માર્ચથી જ શરૂ થનારી આ ફ્લાઈટ સુરતમાં 19.10 કલાકે આવશેઅને 20.35 કલાકે જયપુર પહોંચશે.

સુરત એરપોર્ટના વેસુ તરફના રન-વેને નડતરરૂપ 36 પ્રોજેકટના બાંધકામ બચશે કે તૂટશે?

સુરત એરપોર્ટના વેસુ તરફના રન-વે પર મોટા વિમાનના લેન્ડિંગ વખતે 36 જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગના બાંધકામોની ઉંચાઇ નડે છે તે મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં 2019માં થયેલી સિવિલ એપ્લિકેશન (63/2019 અને 7399/2019)ના મામલામાં ગુજરાત હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિવેદનની વિપરીત ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન વિભાગ દ્વારા રજૂઆત કરાતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ આસુતોષ જે. શાસ્ત્રીની બેન્ચે ડીજીસીઆઇને 18 ફેબ્રુઆરીએ એફિડેવિટ રજૂ કરવા આદેશ જારી કર્યો હતો.

ડીજીસીઆઇએ નિવેદનમાં એવું જણાવ્યું હતું કે સુરત એરપોર્ટના રન-વેને લગભગ કોઇ મિલકતો વિમાનના લેન્ડિંગ વખતે નડતી નથી, બીજી તરફ એનઓસી આપનાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 36 મિલકતોના બાંધકામની ઉંચાઇ નડતી હોવાની નોટિસ આપી હોવાથી હાઇકોર્ટે ડીજીજીઆઇને સમજી વિચારીને જવાબદારી સાથે એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું હતું. બે ઓથોરિટીના નિવેદનોમાં ફેર આવતા હાઇકોર્ટે ડીજીજીઆઇને સંપૂર્ણ ખાતરી કર્યા પછી એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું છે. જેને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ અગાઉ બાંધકામ તોડવા માટે ડીજીજીઆઇ અને એએઆઇ દ્વારા બિલ્ડરોને નોટીસો પાઠવવામાં આવી હતી. 2019માં વિશ્વાસ ભાંભુરકર દ્વારા પીટીશન દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરીના રોજ આ મામલામાં હાઇકોર્ટે કોમન ઓરલ ઓર્ડર આપ્યો હતો. સુનાવણી દરમિયાન મદદનીશ સોલીસીટર જનરલ ક્ષિતિજ અમીન ડીજીસીએ વતી બી. રાજુ, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા વતી એડવોકેટ ધવલ નાણાવટી, સુરત મનપા વતી એડવોકેટ કે.બી. નાયક અને બે પીટીશન કર્તાઓ વતી એડવોકેટ એ. જે. યાજ્ઞિક હાજર રહયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top