નાગપુર: નાગપુરમાં (Nagpur) એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. નાગપુર એરપોર્ટ (Airport) પર ફ્લાઈટ પહેલા જ એક પાઈલટનું (Pilot) મોત (Death) થઈ ગયું છે. ઈન્ડિગોની (Indigo) આ ફ્લાઈટ નાગપુરથી પુણે જવાની હતી ત્યારે અચાનક સમાચાર આવ્યા કે બોર્ડિંગ ગેટ વિસ્તાર પાસે પાઈલટ બેભાન થઈ ગયો, તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
આ ઘટના આજે ગુરુવારની છે. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે. તે જ સમયે, ઇન્ડિગોએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને માહિતી આપી હતી કે નાગપુર એરપોર્ટના બોર્ડિંગ ગેટ વિસ્તારમાં એક પાયલટનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી અમે દુખી છીએ. અમારી સંવેદનાઓ તેમના પરિવારો સાથે છે.
મળતી માહિતી મુજબ મૃતક પાયલોટનું નામ કેપ્ટન મનોજ સુબ્રમણ્યમ હતું. મનોજ 40 વર્ષનો હતો. જણાવી દઈએ કે પાઈલટ નાગપુરથી પુણે ફ્લાઈટ લેવા માટે તૈયાર હતો.ફ્લાઈટમાં ચઢતા પહેલા કેપ્ટન મનોજ બોર્ડિંગ ગેટ પાસે પડી ગયો હતો. આ પછી એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફની મદદથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તે જ સમયે, માહિતી આપતા, ડીજીસીએએ જણાવ્યું કે પાઇલટે બુધવારે સવારે 3 થી 7 વાગ્યાની વચ્ચે તિરુવનંતપુરમથી નાગપુર થઈને પુણે સુધી બે સેક્ટરમાં ઉડાન ભરી હતી. પાયલોટને 27 કલાક પહેલા આરામ આપવામાં આવ્યો હતો. ગુરુવારે સવારે પાયલોટ 4 સેક્ટરમાં ઉડાન ભરવાનો હતો, પરંતુ તે પહેલા જ તે પહેલા બોર્ડિંગ ગેટ પર બપોરે 1 વાગ્યે બેભાન થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મૃત્યુનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવે છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થશે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નાગપુરની સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો છે. હોસ્પિટલના પ્રવક્તા એજાઝ શમીએ જણાવ્યું કે હોસ્પિટલની ઈમરજન્સી ટીમે તેમને CPR આપ્યું પરંતુ કોઈ ફાયદો થયો નહીં. આ પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે છેલ્લા બે દિવસમાં બે પાયલોટના મોત થયા છે. આ પહેલા કતાર એરવેઝના પાયલેટનું હાર્ટ એટેકથી મોત થયું હતું.