વર્ષો થયાં વિશ્વમાં સત્તા યુદ્ધો ચાલી રહ્યાં છે તેમાં એકંદરે ભારતની સ્થિતિ ઘણી સારી છે. હાલના યુક્રેન વગેરે યુદ્ધમાં પણ ભારતની તટસ્થ નીતિનાં વખાણ થયાં છે. હાલમાં થઇ ગયેલી જી-20 સમીટમાં પણ ભારતના અને ભારતના વડા પ્રધાનના વખાણ લગભગ બધા દેશોએ કર્યા છે. આ બધું છેલ્લાં છ વર્ષમાં જ થયું છે. તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફાળો બહુ મોટો છે. ક્રિકેટમાં જેમ છ રન છગ્ગાને સ્થાન છે એવું સ્થાન વિશ્વમાં ભારતે ફકત છ વર્ષમાં જ મેળવ્યું છે. આ માટે ગુ.મિ.ની બહુશ્રુત કોલમમાં ચિરંતના ભટ્ટે ખૂબ વિચારણીય લેખ લખ્યો છે. એમાં વિશ્વમાં ભારતની સ્થિતિનો ચિતાર છે પરંતુ એમાં બાય ધ વે એક જુદી જ કોલમમાં ભાજપે સત્તા મેળવ્યા પછી છ વર્ષમાં સિદ્ધિ મેળવી છે, પરંતુ સાથે સાથે ભારતની શિક્ષણ નીતિ અને ખેતીવિષયક ભારત સરકારને તે વિશે ચેતવણી પણ આપી છે.
આઝાદી મળ્યાને આજે 75 વર્ષ થયાં તેમાં છ વર્ષમાં ભારતે જે સિદ્ધિ મેળવી તે ભાજપને આભારી છે. કોંગ્રેસ બાકીના 69 વર્ષમાં ફકત પોતાનો વ્યકિતગત સ્વાર્થ સાધવામાં અને નહેરૂ-ગાંધી કુટુંબને સત્તા પર ટકાવી રાખવામાં જ મસ્ત રહ્યો. આજે આપણે કોંગ્રેસની સ્થિતિ પ્રત્યક્ષ રૂપે જોઇએ છીએ. ફિલ્મી દ્રષ્ટિએ એક ચલચિત્રમાં ગીત છે ‘માઝી જો નાવ ડૂબોયે તો કૌન બચાયે જેવું કોંગ્રેસે 72 વર્ષમાં કર્યું છે. ભાજપ સરકારે ઇસરો સંસ્થાને ખૂબ મોટું સ્થાન આપ્યું છે. ઇસરોના એન્જીનીયરોના પ્રત્યક્ષ વખાણ કરી પ્રોત્સાહન આપ્યું છે. એમાં હવે ખેતી અને શિક્ષણ ક્ષેત્રે પણ દૃષ્ટિ કરી છે પરંતુ તે પા પા પગલી છે. હજી એમાં ઘણી બધી ખામીઓ છે એની ના ન કહી શકાય. એમાં ભારતની સરકાર અને પ્રજા બંને જવાબદાર છે. ભારતની પ્રજા જો સરકારના પગલાને સ્થાન આપે તો મેરા ભારત મહાન કહેવામાં વાંધો ન આવે. સરકાર અને પ્રજા વિચારે!
પોંડીચેરી – ડો. કે. ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.