નવી દિલ્હી: યુક્રેનમાં (Ukraine) રશિયાના (Russia) હુમલા (Attack) બાદ હજારો ભારતીયો ત્યાં ફસાયા છે. પીએમ મોદીએ (PM Modi) યુક્રેનમાં ફસાયેલા લગભગ 16000 ભારતીયોની સુરક્ષા માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નાગરિકોના સ્થળાંતર અને યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ભારત હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયા થઈને ભારતીયોને (Indian) રોડ માર્ગે બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
આવી સ્થિતિમાં, ભારતે ગુરુવારે યુક્રેનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે એક મોટી કૂટનિતિક પહેલ કરી છે. યુક્રેન-રશિયન હુમલાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારતની ચિંતાઓથી વાકેફ કર્યા હતા. તે જ સમયે, પીએમએ કહ્યું કે, ભારત તેના નાગરિકોના સુરક્ષિત બહાર નીકળવા અને પરત ફરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.
PMએ CCS સમિતિની બેઠક બોલાવી
આ પહેલા પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા લગભગ 16000 ભારતીયોની સુરક્ષા માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નાગરિકોના સ્થળાંતર અને યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.વાસ્તવમાં, રશિયાના હુમલા બાદ યુક્રેને તેની હવાઈ સરહદો બંધ કરી દીધી છે. આવી સ્થિતિમાં ભારત હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયા થઈને ભારતીયોને રોડ માર્ગે બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા કહ્યું કે, વડાપ્રધાને CCS મીટિંગમાં કહ્યું કે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોની સુરક્ષા અને યુક્રેનમાંથી તેમને બહાર કાઢવાનું છે. વધુમાં તેમણે કહ્યું, હું યુક્રેનના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સહિત તમામ ભારતીય નાગરિકોને ખાતરી આપવા માંગુ છું કે અમે તમને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે શક્ય તેટલું બધું કરીશું.
યુક્રેનથી 4 હજાર ભારતીયો પરત ફર્યા
હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું કે લગભગ 20,000 ભારતીય નાગરિકો યુક્રેનમાં ફસાયેલા છે. તેમાંથી લગભગ 4000 લોકો હાલમાં પરત ફર્યા છે. શ્રિંગલાએ કહ્યું કે સરકારે યુક્રેનના પડોશી દેશો પોલેન્ડ, સ્લોવાકિયા, રોમાનિયા અને હંગેરીમાં ભારતીય રાજદૂતોને કહ્યું છે કે તેઓ તેમના મિશનમાંથી ટીમોને યુક્રેનના સરહદી વિસ્તારોમાં મોકલે, જેથી કરીને ભારતીયોને બહાર કાઢીને ભારત લાવી શકાય. પોલેન્ડમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે પોલેન્ડ-યુક્રેનિયન સરહદ પર ક્રાકોવીકમાં એક કેમ્પ બનાવવામાં આવી રહ્યો છે. જેથી પોલેન્ડની મદદથી ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં મદદ કરી શકાય. તેવી જ રીતે, લ્વીવમાં પણ એક ઓફિસ બનાવવામાં આવી રહી છે.
ભારતીય વિદેશ મંત્રી તેમના સમકક્ષો સાથે વાત કરી રહ્યા છે
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર પોલેન્ડ, સ્લોવાકિયા, રોમાનિયા અને હંગેરીમાં તેમના સમકક્ષો સાથે વાત કરી રહ્યા છે, જેથી યુક્રેન સંકટ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને ત્યાંથી બહાર કાઢી શકાય. એટલું જ નહીં જયશંકર યુક્રેનના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી શકે છે. તેમજ વિદેશ મંત્રાલય સંરક્ષણ મંત્રાલયના સંપર્કમાં પણ છે, જેથી જરૂર પડે ત્યારે ભારતીયોને એરલિફ્ટ કરી શકાય.