આઝાદી બાદ તેનો ઇતિહાસ લખવાની વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂ (કોંગ્રેસ) સરકાર પર જવાબદારી આવી પડી. સ્વ. જવાહરલાલજીએ પોતાના સામ્યવાદી બિરાદરો અને ઇસ્લામિક ઇસમો પર પોતાની હેતપૂર્તિ રહે તેવો ઇરાદાપૂર્વક ક્ષતિપૂર્ણ લખાવ્યો અને ભણાવાયો. પરિણામે દેશની એકતા, અખંડિતતા, રાષ્ટ્રપ્રેમ માટે ખતરો પેદા થયો. જે આપણી આજસુધી ભોગવી રહ્યા છીએ. સારું થયું કે 75 વર્ષ પછી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીની રાષ્ટ્રવાદી સરકાર આવી અને ઇતિહાસની ત્રુટીઓ ટાળીનો નવો ઇતિહાસ લખાઇ રહ્યો છે. અત્યારની આપણી પેઢીએ ક્રુર, કુટિલ મોટા શાસકોના ગુણગાનનો ઇતિહાસ સાથે પ્રજાવત્સલ હિંદુ રાજાઓને આછેરો ઉલ્લેખ કરીને ઇતિહાસને અન્યાય કર્યો. હિન્દુ રાજાઓની વિરતા, દેશપ્રેમ, એકતા, ક્ષમા જેવા સદ્દગુણો ઇરાદાપૂર્વક બાકાત રાખ્યા. એટલું જ નહીં પરંતુ આઝાદીના સાચા નવલોહિયા લડવૈયાઓનો જોશ રજૂ ન કર્યો.
તેમની ફાંસી રોકી બ્રિટીશ સરકારને પડકાર્યા હતા. આપણે એ ન ભૂલવું જોઇએ કે હિંદુ રાજાઓ પ્રજાત્સવલ હતા. ઇસ્લામ ધર્મના પ્રચાર માટે આવેલા આક્રમણકારી મુસ્લિમ બાદશાહોએ મંદિરો નષ્ટ કર્યા, રાજ્ય ભોગવ્યું, દેશને લુંટ્યું, છતાં આપણા હિન્દુ રાજાઓએ ક્ષમાદાન આપ્યું. પરંતુ દેશમાંના અમીરચંદો અને થોડા મિરઝાફરોએ હિન્દુ રાજાઓને હરાવવામાં મોટો ફાળો આપ્યો. (આવા ઓ હજુ પણ છે. ઓલાદો છોડીને ગયા છે.) આવા મિરઝાફરો અને અમીરચંદો ફક્ત એક અઠવાડિયું આંદામાન – નિકોબારની જેલોમાં જુલ્મો સહન કરે તો આઝાદી અને ગુલામીનો તફાવત સમજાઇ જાય. દેશનો ઇતિહાસ ગવાહ છે કે મોગલો, હૂણો, ફિરંગીઓ, અંગ્રેજોએ લૂંટ્યો છે, ખંડિત કર્યો છે, છતાં ઝડપથી તેનું નવસર્જન થઇ રહ્યું છે.
અમદાવાદ – અરૂણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.