નવી દિલ્હી: દિલ્હી (Delhi) નજીક ગાઝિયાબાદમાં (Gaziyabaad) રહેતા વિદ્યાર્થી કાર્તિક વાસુદેવનું (Kartik Vasudev) કેનેડાના (Canada) ટોરોન્ટોમાં (Toronto) ગોળી મારી હત્યા (Murder) કરવામાં આવી છે. કાર્તિક 4 જાન્યુઆરી 2022ના રોજ MBAના અભ્યાસ માટે ટોરોન્ટો ગયો હતો. પરિવારને પહેલા તેના મિસિંગ થયો હોવાની માહિતી મળી હતી અને થોડા સમય બાદ તેની હત્યા થઈ હોવાના સમાચાર મળ્યા હતા. કાર્તિક સાહિબાબાદ સ્થિત રાજેન્દ્રનગરના સેક્ટર 5માં રહેતો હતો.
ટોરોન્ટોમાં પોલીસના જણાવ્યા અનુસાર, કેનેડાના ટોરોન્ટો શહેરમાં સબ-વે સ્ટેશનના પ્રવેશદ્વાર પર ગોળીબાર થતાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ (Death) થયું હતું, જ્યારે તે કામ પર જઈ રહ્યો હતો. પીડિતાની ઓળખ કાર્તિક વાસુદેવ તરીકે થઈ હતી, જેને ગુરુવારે સાંજે સેન્ટ જેમ્સ ટાઉનના શેરબોર્ન TTC સ્ટેશનના ગ્લેન રોડ પ્રવેશદ્વાર પર ગોળી મારી દેવામાં આવી હતી.
આ ઘટના અંગે કાર્તિકાના મિત્રોએ તેમના પરિવારને જાણ કરી હતી. કાર્તિકાના મિત્રએ પરિવારને કહ્યું કે તે મિસિંગ છે. આજે તે નોકરી પર ન આવ્યો હતો અને ચાર પાંચ કલાકથી ફોન પણ નથી ઉચકતો. થાડીવાર પછી સમાચાર આવ્યા હતા કે તેની ગોળી વાગવાથી મોત થયું છે. કાર્તિકના મિત્રોએ જણાવ્યું કે કાર્તિક સાંજે 5 વાગ્યે ટોરોન્ટો મેટ્રો સ્ટેશનથી બહાર નીકળી રહ્યો તે જ સમયે તેને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ટોરોન્ટો પોલીસે કાર્તિકના મિત્રોને દુ:ખદ સમાચાર આપ્યા હતા.
ટોરોન્ટો પોલીસ સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વાસુદેવને ઑફ-ડ્યુટી પેરામેડિક પાસેથી તબીબી સારવાર મળી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ટોરોન્ટો પોલીસ સર્વિસની હોમિસાઈડ સ્કવોડે તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું. કે તે સમયે વિસ્તારમાં રહેલા કોઈપણ સાક્ષીઓ તેમજ કેમેરા ફૂટેજ ધરાવતા કોઈપણ ડ્રાઈવર સાથે વાત કરી હત્યાનો ભેદ ઉકેલવાની કોશિશ કરશે.
ભારતીય કોન્સ્યુલેટ જનરલે શુક્રવારે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં લખ્યું છે કે, “ગઈકાલે ટોરોન્ટોમાં ગોળીબારની ઘટનામાં ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની કમનસીબ હત્યાથી અમે આઘાત અને વ્યથિત છીએ.” “અમે પરિવારના સંપર્કમાં છીએ અને મૃતદેહને વહેલા ભારત પરત લાવવામાં તમામ શક્ય સહાય પૂરી પાડીશું,” આ ઘટના અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો. જયશંકરે ટ્વિટ કર્યું, “આ દુ:ખદ ઘટનાથી દુઃખી છું. પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.
વાસુદેવના ભાઈએ જણાવ્યું કે તે સેનેકા કોલેજનો વિદ્યાર્થી હતો અને જ્યારે તેની હત્યા કરવામાં આવી ત્યારે તે તેની નોકરી પર સબ-વેથી બહાર આવી રહ્યો હતો. સેનેકા કોલેજે જણાવ્યું હતું કે વાસુદેવ તેના માર્કેટિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં અભ્યાસ કરતો હતો. પોલીસે આ અંગે જણાવ્યું કે ગોળીબારમાં શંકાસ્પદ એક અશ્વેત પુરુષ છે જે મધ્યમ બિલ્ડ સાથે પાંચ ફૂટ-છથી પાંચ ફૂટ-સાત ઇંચ ઊંચો છે.