Business

ભારતીય શેરબજાર રેડ માર્કે બંધ, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ ગગળ્યો

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Indian stock market) આજનું મંગળવારનું ટ્રેડિંગ સત્ર (Trading session) ઘટાડાથી ભરેલું રહ્યું હતું. બજારના તમામ મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં (Red mark) બંધ થયા છે. BSE સેન્સેક્સ (Sensex) 736 પોઈન્ટ્સ અથવા 1.01 ટકા ઘટીને 72,012.05 પર અને નિફ્ટી (Nifty) 238.25 પોઈન્ટ્સ અથવા 1.08 ટકા ઘટીને 21,817.45 પર બંધ થયો છે. તેમજ બેંક નિફ્ટીમાં 0.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારમાં આજે ઓલ રાઉન્ડ સેલીંગનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. NSE પર, 598 શેર લીલા નિશાનમાં અને 1646 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. આ સાથે જમિડકેપ અને સ્મોલકેપ બંને સૂચકાંકો એક ટકાથી વધુ ઘટ્યા હતા. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1.24 ટકા અથવા 575 પોઇન્ટ ઘટીને 45,926 પોઇન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 175 પોઇન્ટ અથવા 1.19 ટકા ઘટીને 14,586 પોઇન્ટ પર બંધ થયો હતો. આ સિવાય બજારની સૌથી વધુ અસર આઈટી, ફાર્મા, એફએમસીજી, એમએનસી, એનર્જી, રિયલ્ટી, મીડિયા અને ઓટો શેરોમાં જોવા મળી હતી.

સેન્સેક્સના શેરની શું હાલત છે?
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 23 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી વધુ વધતા શેરોમાં બજાજ ફાઇનાન્સ 1.38 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.57 ટકા વધીને બંધ થયા છે. ICICI બેન્ક 0.26 ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ રહી છે અને ભારતી એરટેલ 0.23 ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ રહી છે.

નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ
આજના કારોબારમાં નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. જેમાં આઇટી સેક્ટરમાં સૌથી વધુ 2.90 ટકા અને મીડિયા સેક્ટરમાં 2.45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. FMCG સેક્ટરમાં પણ શેર 2.16 ટકાના તીવ્ર ઘટાડા સાથે બંધ થયો છે.

કોને નફો અને કોને ખોટ
સેન્સેક્સ પેકમાં બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ અને ટાઇટનના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. JSW સ્ટીલ, મારુતિ સુઝુકી, M&M, ટાટા સ્ટીલ, રિલાયન્સ, એક્સિસ બેંક, SBI, NTPC, એશિયન પેઇન્ટ્સ, HUL, ટાટા મોટર્સ, L&T, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, ITC, પાવર ગ્રીડ, ઇન્ફોસિસ, HCL ટેક, વિપ્રો ઈન્ડસઈન્ડ બેંક, નેસ્લે અને ટીસીએસના શેર ઘટીને લાલ નિશાન ઉપર બંધ થયા હતા.

વૈશ્વિક બજારોની સ્થિતિ
એશિયાના મોટાભાગના બજારો બંધ થઈ ગયા છે. શાંઘાઈ, હોંગકોંગ, બેંગકોક અને સિઓલના બજાર લાલ નિશાનમાં બંધ થયા છે. તેમજ ટોક્યો અને જકાર્તાના બજારો લાલ નિશાનમાં બંધ થયા છે. સોમવારના ટ્રેડિંગ સેશનમાં અમેરિકન માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે યુરોપના મોટાભાગના બજારો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

Most Popular

To Top