નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Indian stock market) આજે મંગળવારે તેજી જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સ (Sensex) 391 પોઈન્ટના નવા રેકોર્ડ ઉછાળા સાથે બંધ થયો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી (Nifty) આજે 0.46 ટકા અથવા 112 પોઈન્ટના વધારા સાથે 24,433.20 પર બંધ રહ્યો હતો. જે હમણા સુધીનો ઓલ ટાઇમ હાઇ પોઇન્ટ છે.
આજે મંગળવારે 30 શેરો પર આધારિત સેન્સેક્સ 391.26 પોઈન્ટ અથવા 0.49 ટકા વધીને 80,351.64 પોઈન્ટના સર્વોચ્ચ સ્તરે બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 436.79 પોઈન્ટ વધીને રેકોર્ડ 80,397.17 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 112.65 પોઈન્ટ અથવા 0.46 ટકાના વધારા સાથે 24,433.20 પોઈન્ટની નવી ટોચે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 123.05 પોઈન્ટ વધીને રેકોર્ડ 24,443.60 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
આ શેર્સમાં સૌથી વધુ તેજી
નિફ્ટી પેક શેરોમાં મારુતિમાં સૌથી વધુ 6.52 ટકા, ડિવિસ લેબમાં 2.37 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 2.23 ટકા, ટાઇટનમાં 1.89 ટકા અને હિન્દાલ્કોમાં 1.86 ટકાનો વધારો થયો હતો. આ સિવાય રિલાયન્સમાં 0.80 ટકા, ટાટા કન્ઝ્યુમરમાં 0.76 ટકા, બજાજ ફાઇનાન્સમાં 0.61 ટકા, ઓએનજીસીમાં 0.60 ટકા અને કોટક બેન્કમાં 0.44 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ઓટો શેરોમાં તીવ્ર વધારો
ક્ષેત્રીય સૂચકાંકોમાં મંગળવારે નિફ્ટી ઓટોમાં સૌથી વધુ 2.15 ટકાનો વધારો નોંધાયો હતો. ત્યારે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 1.84 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.73 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં 1.12 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 1.01 ટકા, નિફ્ટી ફાર્મામાં 1.56 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 1.23 ટકા, નિફ્ટી મેટલમાં 0.08 ટકા મીડિયા એ નિફ્ટી એફએમસીજીમાં 0.31 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.94 ટકા, નિફ્ટી બેન્કમાં 0.27 ટકા અને નિફ્ટીમાં 0.23 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી આઈટીમાં 0.19 ટકા અને નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 0.19 ટકાનો ઘટાડો નોંધાયો હતો.