Business

ભારતીય શેરબજાર ઓલ ટાઇમ હાઇ: સેન્સેક્સ 80,000ને પાર, નિફ્ટીએ પણ રેકોર્ડ તોડ્યા

નવી દિલ્હી: સારા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર (Indian stock market) બુધવારે નવી ઓલ ટાઈમ હાઈ (All time high) સપાટીએ પર ખુલ્યું હતું. ત્યારે સેન્સેક્સ (Sensex) પ્રથમ વખત 80,000 પોઇન્ટને પાર કરી ગયો હતો. જ્યારે નિફ્ટી (Nifty) પણ રેકોર્ડ બ્રેક કરી ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. આ સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બેન્ચમાર્ક સેન્સેક્સે તેની સતત તેજી ચાલુ રાખીને આજે સવારના વેપારમાં નવો ઇતિહાસ રચ્યો હતો.

મંગલવારે ભારતીય શેરબજારનો નિફ્ટી પોતાને 50 ટોપ સાથે 24,292ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ એટલે કે 24,300ની સપાટીને સ્પર્શ્યો હતો. ત્યારે આજે બુધવારે ઓપનીંગ શેસનમાં સેન્સેક્સ 572 પોઈન્ટ વધીને 80,013 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 168 પોઈન્ટના વધારા સાથે 24,291 પર ખુલ્યો હતો. તેમજ બેન્ક નિફ્ટી 704 પોઈન્ટ વધીને 52,872 પર ખુલ્યો હતો. ત્યારે દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે પણ હેડલાઈન્સ બનાવી હતી.

આ શેર્સમાં સૌથી વધુ મૂવમેન્ટ
એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી લાઇફ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા કન્ઝ્યુમર ટ્રેડ દરમિયાન NSE નિફ્ટીમાં મુખ્ય ગેનર્સ રહ્યા હતા, જ્યારે સન ફાર્મા, TCS, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ ગુમાવનારા શેરો હતા. WTI ક્રૂડની કિંમત બુધવારે સવારે 0.37% વધીને $83.12 પર ટ્રેડ થઈ રહી હતી, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.35% વધીને $86.54 પર ટ્રેડ થઈ રહ્યું હતું.

વૈશ્વિક બજારમાં શું વલણ છે?
અગાઉ GIFT નિફ્ટી 83 પોઈન્ટ વધીને 24,328 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે બુધવારે સ્થાનિક સૂચકાંકો NSE નિફ્ટી 50 અને BSE સેન્સેક્સ માટે હકારાત્મક શરૂઆત સૂચવે છે. યુએસ માર્કેટમાં રાતોરાત રેકોર્ડ ઉછાળા અને ફેડ ચેર જેરોમ પોવેલના નરમ વલણ બાદ બુધવારે સવારે એશિયન બજારો મિશ્ર નોંધ પર ખુલ્યા હતા.

પ્રાપ્ત અહેવાલો મુજબ જાપાનનો Nikkei 225 0.68% વધીને 40,346 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે કોરિયન ઇન્ડેક્સ કોસ્પી 0.06% ઘટીને 2,779.32 પોઇન્ટ પર હતો. એશિયા ડાઉ 0.36% વધીને 3,599.34 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે હેંગસેંગ 0.41% વધીને 17,841.77 પર ટ્રેડ કરી રહ્યો હતો. બેન્ચમાર્ક ચાઈનીઝ ઈન્ડેક્સ શાંઘાઈ કમ્પોઝિટ પણ 2,996.87 પર ફ્લેટ હતો.

રોકાણકારોનું વલણ
નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 2,000.12 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. તેનાથી વિપરીત સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ આજે 2 જુલાઈ બુધવારના રોજ, 2024 ના રોજ રૂ. 648.25 કરોડના શેર ખરીદ્યા હતા.

Most Popular

To Top