World

68 બાળકોને ઝેરી કફસિરપ આપવાના આરોપમાં ભારતીયને ઉઝબેકીસ્તાનમાં 20 વર્ષની સજા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) ફાર્માસ્યુટિકલ કંપનીની (pharmaceutical company) કફ સિરપ (Cough Syrup) પીધા બાદ 68 બાળકોના મૂત્યુના (Death) અહેવાલમાં ભારતીય નાગરીકને 20 વર્ષની સજા (Punishment) ફટકારાયી છે. થોડા સમય અગાઉ આ બનાવ ઉઝબેકિસ્તાનમાં (Uzbekistan) બન્યો હતો. તેમજ આ બનાવ બાદ સમગ્ર દેશમાં ચકચારી મચી ગઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પ્રદેશ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ઉત્પાદિત દૂષિત કફ સિરપનું સેવન કરનારા 68 જેટલા બાળકોની મૃત્યુ થઇ હતી. આ કેસમાં ગઇકાલે સોમવારે ઉઝબેકિસ્તાનની અદાલતે એક ભારતીય નાગરિકને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. ઉઝબેકિસ્તાનની અદાલતે ભારતીય નાગરિક સહિત અન્ય 23 જેટલા લોકોને પણ બે થી 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. ઉઝબેકિસ્તાનમાં 2022 અને 2023ની વચ્ચે ઓછામાં ઓછાં 86 બાળકોને ઝેરી કફ સિરપ આપવામાં આવી હતી. જેના કારણે 68 બાળકોનાં મોત થયાં હતાં.

રોઇટર્સના અહેવાલ મુજબ આ કેસના આરોપિઓ કરચોરી, હલકી ગુણવત્તાની અથવા નકલી દવાઓના વેચાણ, ઓફિસનો દુરુપયોગ, બેદરકારી, બનાવટી અને લાંચ લેવાના દોષિત ઠર્યા હતા. વધુમાં, કોર્ટે એમ પણ કહ્યું હતું કે દૂષિત સીરપના સેવનથી મૃત્યુ પામેલા 68 બાળકોના દરેક પરિવારને 80,000 યુએસ ડોલર (1 અબજ ઉઝબેક રકમ) નું વળતર ચૂકવવું જોઈએ. તેમજ વિકલાંગતાનો ભોગ બનેલા અન્ય ચાર બાળકોને પણ નિયુક્ત વળતર પ્રાપ્ત થશે. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, સાત દોષિતો પાસેથી આ વળતર એકત્ર કરવામાં આવશે.

WHOએ સિરપ ઉપર બેન લગાવ્યો હતો
જાન્યુઆરી 2023માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું કે ભારતની મેરિયન બાયોટેક દ્વારા બનાવેલ બે કફ સિરપ બાળકો માટે હાનિકારક છે. તેમજ આ સિરપનાં નામ એમ્બ્રોનોલ સિરપ અને ડીઓકે-1 મેક્સ છે. આ બંને સિરપ નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે. WHOએ કહ્યું, તપાસમાં જાણવા મળ્યું છે કે બંને સિરપ સારી ગુણવત્તા વાળી નથી. આમાં ડાયેથિલિન ગ્લાયકોલ અથવા દૂષકો તરીકે ઇથિલિન ગ્લાયકોલની યોગ્ય માત્રા હોતી નથી.

જણાવી દઇયે કે વિશ્વમાં જરૂરી જેનરિક દવાઓમાંથી 50 ટકાથી વધુ દવાઓ ભારતથી એક્પોર્ટ કરવામાં આવે છે. જ્યારે લગભગ 40 ટકા જેનરિક દવાઓ અમેરિકામાં અને લગભગ 25 ટકા દવાઓ બ્રિટનથી સપ્લાય કરવામાં આવે છે. તેમજ ફાર્માસ્યુટિકલ જનરેશનની દૃષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

Most Popular

To Top