મુંબઈ: આજે શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકી (America) શેરબજારમાં (Sensex) મોટી વેચવાલી બાદ ભારતીય (India) શેર બજારમાં (BSE) પણ કડાકો થવાની આશંકા હતી. જો કે, તેનાથી વિપરિત શુક્રવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. 7 દિવસના સતત ઘટાડા પર બ્રેક લાગી હતી અને આ સાથે જ તેજીના ચમકારાના લીધે શેર બજારના રોકાણકારોને એક જ દિવસમાં 4 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.
સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ
ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1016 પોઈન્ટ અથવા 1.80%ના વધારા સાથે 57400 પોઈન્ટથી વધુના સ્તરે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 57,722.63 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. નિફ્ટી 50માં 276 પોઈન્ટ અથવા 1.64 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 17 હજાર પોઈન્ટ પર બંધ થયો હતો.
4 લાખ કરોડનો નફો
સપ્તાહના છેલ્લાં ટ્રેડિંગ દિવસે જોવા મળેલી તેજીને કારણે BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આશરે રૂ. 4 લાખ કરોડનો વધારો થયો છે. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 272.40 લાખ કરોડે પહોંચ્યું છે. હજુ એક દિવસ પહેલા માર્કેટ કેપિટલ 268 લાખ કરોડ રૂપિયાની નજીક હતી. જે 4 લાખ કરોડનો વધારો સૂચવે છે.
આરબીઆઈ શેર બજાર માટે સંજીવની બન્યું
ખરેખર ભારતીય રિઝર્વ બેંકે (RBI) નાણાકીય નીતિ જાહેર કરી છે. તેમાં એવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જે વૈશ્વિક મંદીના વાતાવરણ વચ્ચે આત્મવિશ્વાસ પેદા કરે છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે બજારને આશા છે કે આરબીઆઈ ભારતમાં રેપો રેટમાં વધારો અટકાવશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે RBIએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે અને તે હવે વધીને 5.90 ટકા થઈ ગયો છે, જે ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.
ગયા અઠવાડિયે રોકાણકારોએ 3 દિવસમાં 12 લાખ કરોડ ગુમાવ્યા હતા
શેર માર્કેટ(Stock Market)ના રોકાણકારો(Investors)ના માત્ર 3 દિવસમાં 12 લાખ કરોડ ગુમાવ્યા હતા. ગઈ તા. 26 સપ્ટેમ્બરને સોમવારે ચોથા કારોબારી દિવસે બજારમાં મોટો ઘટાડો(Down) નોંધાયો હતો. જેના કારણે શેરબજારના રોકાણકારોને ભારે નુકસાન(Loss) થયું હતું. આ નુકસાન શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડાને કારણે થયું હતું. હકીકતમાં, સોમવારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું મૂડીકરણ 22 સપ્ટેમ્બરના 2.81 લાખ કરોડથી ઘટીને 2.69 લાખ કરોડ થયું હતું. તેના કારણે રોકાણકારોને માત્ર ત્રણમાં 12 લાખ કરોડનું નુકસાન થયું છે. આજે BSE સેન્સેક્સ 953.70 પોઈન્ટ ઘટીને 57,145.22 પર અને NSE નિફ્ટી 311.05 પોઈન્ટ ઘટીને 17,016.30 પર બંધ રહ્યો હતો.