Business

ભારતીય પાસપોર્ટે માર્યો ભૂસકો, 85થી પહોંચ્યો 75માં સ્થાને

પાછલા કેટલાક સમયથી આપણા દેશના પાસપોર્ટના સ્થાનમાં ફેરબદલ જોવા મળી રહ્યો છે. દુનિયાના બીજા દેશોની સરખામણીમાં તેનું સ્થાન હાલ 75મું છે, જે આજ પહેલા 85મું હતું. એટલે આપણો ભારતીય પાસપોર્ટે 10 ડગલાં આગળ કૂદકો માર્યો છે. જોકે આ હજી પણ સારું સ્થાન નથી, પણ દસ ડગલાં આગળ આવ્યું એ પણ કોઈ નાનીસૂની વાત નથી. આ સ્થાન આ વરસે કરાયેલા સર્વેના આધારિત છે. જે હેનલે નામની વેબસાઇટ દ્વારા ધરાયેલા સર્વે પરથી આ ક્રમનો તાગ મેળવાયો છે. આ પસંદગી ક્રમ વગર વિઝા કરવામાં આવતા પ્રવાસને આઘારિત છે. જેમાં ભારતીય નાગરિક વગર વિઝાએ 56 દેશોમાં ફરી શકે છે.

બધા પાસપોર્ટમાં સિંગાપુરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી ગણાય છે. જયારે દક્ષિણ કોરિયા અને જાપાન બીજા સ્થાને છે. આ પહેલા 2006માં આપણો ભારતીય પાસપોર્ટ 71માં સ્થાને હતો. ત્યારે આપણા દેશના પાસપોર્ટની સ્થિતિ હજી સારી હતી. આ પછી પાસપોર્ટ નીચે ધકેલાતો ગયો અને 85માં સ્થાને પહોંચી ગયો. ભારતીય પાસપોર્ટ જેટલો મજબૂત બને એટલો ફાયદો અને સ્વતંત્રતા, હરવાફરવા, અને સાંસ્કૃતિક પ્રવાસ એટલે કે કલ્ચરલ ટ્રાવેલ માટે વઘુ સુવિધાઓ મળે છે, આ સાથે બહાર જતી વખતે કરવામાં આવતી કાગજી કાર્યવાહી પણ ઓછી કરવી પડે છે. બિઝનેસ પ્રવાસ, ભણવા માટે કરાતો પ્રવાસ વગેરે માટે આસાનીથી વિઝા પ્રાપ્ત થઈ જાય છે. અન્ય દેશોના નાગરિકો આપણા પાસપોર્ટ પર વધુ વિશ્વાસ કરે છે અને ભારતની શાખ પણ વધે છે.

Most Popular

To Top