નવી દિલ્હી: અરબ સાગરમાં (ArebianSea) ઈરાનના (Iran) માછીમારોના (FisharMan) જહાજ ઈમાન પર સમુદ્રી લુંટારાઓ (Sea pirates) ત્રાટક્યા બાદ ઈન્ડિયન નેવી (Indian Navy) તેમની મદદે દોડી ગયું હતું. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાને (INS Sumitra) લઈ નૌ સૈનિકોએ ઈરાની જહાજને લુંટારાઓના (robbers) ચુંગાલમાંથી છોડાવવા ઓપરેશન હાથ ધર્યું હતું. INS સુમિત્રાનું આ ઓપરેશન કોચીથી 700 નોટિકલ માઈલ એટલે કે 1296.4 કિમી દૂર ચલાવાયું હતું. ઈરાનના જહાજમાં 17 ક્રૂ મેમ્બર હતો.
ભારતીય નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે, દેશના પૂર્વી કિનારે એટલે કે અરબી સમુદ્રની નજીક એડનની ખાડીમાં ઈરાનના માછીમારી જહાજ તરફથી એલર્ટનો મેસેજ આવ્યો હતો. નજીકમાં જ ભારતીય નૌકાદળનું INS સુમિત્રા યુદ્ધ જહાજ તૈનાત હતું. તેથી સુમિત્રાએ ઝડપથી રિસ્પોન્સ આપ્યો હતો અને હાઈજેક થયેલા જહાજ તરફ ગયું હતું. ઈરાની જહાજ ઈમાનને સોમાલીયન ચાંચિયાઓએ હાઈજેક કરી લીધું હતું. તેના ક્રૂ મેમ્બર્સને બાનમાં લેવામાં આવ્યા હતા.
આઈએનએસ સુમિત્રાએ એમવી ઈમાનને અટકાવી ચાંચિયાઓ પર હુમલો કરી દીધો હતો. ભારતીય યુદ્ધ જહાજને જોતા જ ચાંચિયાઓ ભાગી ગયા હતા. તમામ SOP પૂર્ણ કર્યા બાદ બંધકોને મુક્ત કરાવ્યા હતા. આ ઉપરાંત માછીમારીના જહાજ એમવી ઈમાનને પણ લૂંટારુઓ પાસેથી મુક્ત કરાવાઈ હતી.
સમગ્ર જહાજની તપાસ કર્યા પછી મરીને એમવી ઈમાનને (MV Iman) તેની મુસાફરી પર આગળ વધવાની મંજૂરી આપી હતી. INS સુમિત્રા એ ભારતીય નૌકાદળના સરયુ વર્ગના પેટ્રોલિંગ જહાજનું યુદ્ધ જહાજ છે. જેનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભારતના રાષ્ટ્રપતિની પ્રેસિડેન્શિયલ યાટ પણ છે. આ 2200 ટનનું યુદ્ધ જહાજ (Battleship) 2014થી ભારતીય નૌકાદળની સેવા આપી રહ્યું છે.
INS સુમિત્રા કેટલું શક્તિશાળી છે?
INS સુમિત્રા યુદ્ધ જહાજ 344 ફૂટ લાંબા યુદ્ધ જહાજની બીમ 43 ફૂટ ઊંચું છે. તે દરિયામાં મહત્તમ 46 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. પરંતુ જો સ્પીડને 30 કિમી/કલાક સુધી ઘટાડવામાં આવે તો તેની રેન્જ 11 હજાર કિલોમીટર છે. તેમાં આઠ અધિકારીઓ અને 108 ખલાસીઓને તૈનાત કરી શકાશે. તેમાં 76 mm સુપર રેપિડ ગન માઉન્ટ છે. આ સિવાય તેમાં ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ અને શેપ લોન્ચર્સ છે. આ યુદ્ધ જહાજ પર HAL ધ્રુવ અથવા HAL ચેતક હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે. અગાઉ આ જહાજે 2015માં ઓપરેશન રાહત દરમિયાન યમનમાંથી 350 ભારતીય નાગરિકોને બચાવ્યા હતા.