National

ભારતનો ‘રોમિયો’ દુશ્મનોના છક્કા છોડાવશે: ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં થશે એન્ટ્રી

દસ વર્ષથી વધુની લાંબી રાહ જોયા પછી, અંતે ઇન્ડિયન નેવી (INDIAN NAVY) ટૂંક સમયમાં અનેક સુવિધાઓથી ભરેલ ‘રોમિયો’ હેલિકોપ્ટર (ROMEO HELICOPTER) દુશ્મનો સામેની લડાઈમાં ઉપયોગ (USE AGAIN ENEMY)માં લેશે. મળતી માહિતી મુજબ જુલાઈ મહિનામાં અમેરિકા એમ.એચ.-60 (MH-60) રોમિયો હેલિકોપ્ટરની પહેલી ખેપ ભારતીય નૌકાદળને સોંપશે. ભારતના બહાદુર પાઇલટ્સની પ્રથમ બેચ (FIRST BATCH OF PILOTS) પણ આ હેલિકોપ્ટરના સંબંધમાં જરૂરી તાલીમ લેવા યુ.એસ. પહોંચી છે. 

ભારત અને અમેરિકાએ એમએચ-60 રોમિયો હેલિકોપ્ટર ખરીદવા માટે 16,000 કરોડ રૂપિયાથી વધુના સોદા પર હસ્તાક્ષર કર્યા. આ સોદો વર્ષ 2020 માં કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી ‘એએનઆઈ’ અનુસાર, ભારતીય પાઇલટ્સની એક ટુકડી તાલીમ માટે યુએસ પહોંચી છે અને જુલાઈમાં આપણને ત્રણ હેલિકોપ્ટર મળશે. પાઇલટ્સને પહેલા ફ્લોરિડામાં તાલીમ આપવામાં આવશે, તે પછી તેઓ કેલિફોર્નિયાના સાન ડિએગો જશે. 

જો આપણે આ ઉત્તમ હેલિકોપ્ટરની વિશેષતાઓ વિશે વાત કરીએ, તો આ હેલિકોપ્ટર પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુશ્મનોના છક્કા છોડાવવામાં પારંગત છે. આ હેલિકોપ્ટર મલ્ટિ-મોડ રડારથી સજ્જ હશે. આ સિવાય તે નાઇટ વિઝન ડિવાઇસીસથી સજ્જ હશે. આ હેલિકોપ્ટર હેલફાયર મિસાઇલ, ટોર્પિડો અને અન્ય ઘાતક શસ્ત્રોથી પણ સજ્જ હશે. આ હેલિકોપ્ટર મુખ્યત્વે સબમરીન અને જહાજોને શોધવા માટે બનાવવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટર દરિયામાં પણ બચાવ કામગીરી ચલાવવામાં માસ્ટર છે. રોમિયો હેલિકોપ્ટર કોઈપણ સબમરીન અથવા યુદ્ધ જહાજ સાથે લડવામાં સક્ષમ છે.

હાલમાં જ નેવલ સબમરીન પ્રોજેક્ટને અન્ય સંરક્ષણ શસ્ત્રો તથા સંરજામની ખરીદીને મંજૂરી આપવાનો નિર્ણય રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળ ડીફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો જે કાઉન્સિલ સંરક્ષણ મંત્રાલયની ખરીદી અંગેની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા છે. અન્ય એક મહત્વના નિર્ણયમાં આ ડીએસી દ્વારા સશસ્ત્ર દળોને તાકીદની મૂડી ખરીદીઓ કરવા માટેની ડેલીગેટેડ પાવર્સ હેઠળની સત્તાની સમયસીમા 31 ઓગસ્ટ, 2021 સુધી લંબાવવામાં આવી હતી, જેથી તેઓ પોતાની ઇમરજન્સી ખરીદીઓ કરી શકે.

સબમરિન નિર્માણના પ્રોજેકટને કારણે ભારત સબમરિનનું નિર્માણ જાતે કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકશે અને તે ભારતમાં જ સ્વતંત્રપભણે સબમરિનોને ડિઝાઇન કરીને બાંધી શકશે. આ પ્રોજેક્ટ 12 વર્ષના સમયગાળા માટેનો છે અને તેનો છેવટનો ખર્ચ આ સબમરિનોમાં કેવી વેપન સિસ્ટમો દાખલ કરવામાં આવે છે તેના પર પણ આધારિત રહેશે.

Most Popular

To Top