યુક્રેનમાં યુદ્ધનાં પગલે સ્થિતિ ગંભીર બની ગઈ છે. હજુ પણ ભારતના કેટલાક લોકો યુક્રેનમાં ફસાયા છે. જેને લઈને યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા ત્યાં રહેતા નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનની સ્થિતિ ઘણી અનિશ્ચિત છે. એડવાઈઝરીમાં કહ્યું છે કે, કૃપા કરીને શાંત રહો અને તમે જ્યાં પણ હોવ ત્યાં સુરક્ષિત રહો. કિફની મુસાફરી કરનારા તેમજ પશ્ચિમ કિફથી આવતા લોકોને તેઓ જે શહેરમાં રહે છે ત્યાં પાછા ફરવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસનું કહેવું છે કે નાગરિકોને વધુ માહિતી અને સલાહ આપવામાં આવશે. ગુરુવારે જ સુબેર યુક્રેનિયન એરલાઇન્સનું વિમાન 182 ભારતીય નાગરિકો સાથે યુક્રેનથી દિલ્હી પહોંચ્યું હતું. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા યુક્રેનમાં રહેતા ભારતીયોને યુક્રેન છોડીને ભારત પરત આવવાની અપીલ કરી રહ્યું હતું. યુક્રેનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દૂતાવાસે અત્યાર સુધી અનેક એડવાઈઝરી જારી કરી છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પરત ફરી
યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ સર્જાતા ભારતીય નાગરિકો ભારત પરત લાવવાના પ્રયાસો કરીએ રહ્યા હતા. જેણે લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ યુક્રેનના કિવમાં NOTAM (નોટિસ ટુ એર મિશન)ના કારણે દિલ્હી પરત આવી રહી હતી. યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતે તેના નાગરિકોને (એર ઈન્ડિયા યુક્રેન) સુરક્ષિત રીતે દેશમાં લાવવા માટે એર ઈન્ડિયાનું વિમાન મોકલ્યું હતું. પરંતુ યુદ્ધના પગલે કીવી એપોર્ત ખાલી કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ત્યા હાજર તમામ સ્ટાફને પરત મોકલી દેવામાં અઆવ્યા હતા. જેના કારણે ભારતનું વિમાન લેન્ડ થઇ શકે તેવું પરિસ્થિતિ ન હોવાના કારણે વિમાન પરત ફર્યું હતું.