National

પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂતનું શંકાસ્પદ મોત, હેડક્વાર્ટરમાંથી લાશ મળતા તપાસ શરૂ

નવી દિલ્હી: પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું શંકાસ્પદ હાલતમાં અવસાન થયાના સમાચાર સામે આવ્યા છે. ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે મુકુલ આર્યાના અવસાનની જાણકારી આપતા ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય રાજદૂતના મુકુલ આર્યના મોતના સમાચારથી ભારે આઘાત લાગ્યો છે. પેલેસ્ટાઇનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતીય રાજદૂતના અવસાનથી તેમને દુ:ખ છે, સાથે જ તેમના અવસાન અંગે કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

  • પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનો દૂતવાસમાંથી મૃતદેહ મળ્યો
  • ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
  • પેલેસ્ટાઇન વહીવટીતંત્રએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા

ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે દુ:ખ વ્યક્ત કર્યું
પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂતના રાજદૂતવાસમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પેલેસ્ટાઇન વિદેશ મંત્રાયલાના કહ્યા અનુસાર હજી સુધી મોતનું કારણ સામે આવ્યું નથી. ભારતીય રાજદૂતના અવસાનની માહિતી સૌ પ્રથમ ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આપી હતી. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે રમલ્લામાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના સમાચાર ભારે આઘાતજનક છે. તેમણે મુકુલ આર્યને પ્રતિભાશાળી ઓફિસર ગણાવ્યા હતા. બીજી તરફ પેલેસ્ટાઈના વિદેશ મંત્રાયલે જણાવ્યું કે ભારતીય રાજદૂતના અવસાનથી તેમને ભારે આઘાત લાગ્યો છે. તેમણે કહ્યું કે અમે સતત ભારતના વિદેશ મંત્રાયલના સંપર્કમાં છીએ અને રાજદૂત મુકુલ આર્યના પાર્થિવ શરીરને ભારત પહોંચડાવવાની વ્યવસ્થા કરી રહ્યા છે.

પેલેસ્ટાઇન વહીવટીતંત્રએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા
પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ તથા વડાપ્રધાન મુહમ્મદ શતયેહે, સ્વાસ્થ્ય તથા ફોરેન્સિક હેલ્થ મંત્રાલય ઉપરાંત પોલીસ અને તથા જાહેર બાબતના અધિકારીઓએ તાત્કાલિક રામલ્લાહમાં ભારતીય રાજદૂતના નિવાસ સ્થાને જવા આદેશ કર્યો હતા. તેમજ પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત આર્યના શંકાસ્પદ મોતની તપાસના આદેશો આપ્યા છે.

Most Popular

To Top