મેક્સિકો(Mexico): મેક્સિકોના લિયોન શહેરમાં IWF (ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશન)ની યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપ (Youth World Championship) ચાલી રહી છે. આ સ્પર્ધામાં ભારતનો 16 વર્ષીય ગુરુનાયડુ સનાપતિ (Gurunaydu) ગોલ્ડ (Gold) જીતીને વર્લ્ડ ચેમ્પિયન (World Champion) બન્યો છે. ગુરુનાયડુ સનાપતિ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય વેઇટલિફ્ટર (Weight lifter) બન્યો છે. 16 વર્ષીય સનાપતિએ રવિવારે મોડી રાત્રે બોયઝની કુલ 230 કિગ્રા (104 કિગ્રા 126 કિગ્રા)ના વર્ગમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો.
- યુર્થ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓ ઝળક્યા
- ગુરુનાયડુ સનાપતિ 230 કિ.ગ્રા વર્ગ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો
- સાઉદી અને કઝાકિસ્તાનના ખેલાડીઓને હરાવી જીત હાંસલ કરી
- 2020ના એશિયન યુથ વેઈટલિફ્ટિંગમાં સનાપતિ બ્રોન્ઝ જીત્યો હતો
2020 એશિયન યુથ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા સનાપતિ પોડિયમમાં ટોચ પર છે, ત્યારબાદ સાઉદી અરેબિયાના અલી માજિદ 229 કિગ્રા (105 કિગ્રા 124 કિગ્રા) અને કઝાકિસ્તાનના યેરાસિલ ઉમરોવ 224 કિગ્રા (100 અને 124 કિગ્રા) સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.
ભારતની સૌમ્યા દલવીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
સનાપતિ ઉપરાંત ભારત તરફથી મહારાષ્ટ્રની સૌમ્યા એસ. દલવીએ (Soumya Dalvi) ગર્લ્સની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીત્યો હતો. દલવીએ 45 કિગ્રા કેટેગરીમાં 148 કિગ્રા (65 કિગ્રા અને 83 કિગ્રા) વજન ઊંચકીને ફિલિપાઈન્સના રોઝ.એ રોમાસ પછી ત્રીજું સ્થાન મેળવ્યું હતું. 155 કિ.ગ્રા (70 કિ.ગ્રા અને 85 કિ.ગ્રા.) અને વેનેઝુએલાની કેર્લિસ એમ મોન્ટીલા 153 કિગ્રા (71 કિગ્રા અને 82 કિગ્રા). આ કોમ્પિટીશનમાં ભાગ લેનાર અન્ય એક ભારતીય ખેલાડી આર. ભવાનીએ 132 કિ.ગ્રા (57 કિગ્રા અને 75 કિગ્રા)માં આઠમું સ્થાન મેળવ્યું હતું. આ ઈવેન્ટમાં ભારતના ખેલાડીઓ (Indian Players ) અત્યાર સુધીમાં 4 મેડલ જીતી ચૂક્યા છે. કોમ્પિટીશનના પહેલાં દિવસે આકાંક્ષા વાવે અને વિજય પ્રજાપતિએ સિલ્વર જીત્યા હતા.