Business

ભારત અને વિદેશમાં મુકેશ અંબાણી અને પરિવારને Z+ સુરક્ષા, પણ ખર્ચ તેમણે ઉઠાવવો પડશે: SC

નવી દિલ્હી: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને ભારતમાં તેમજ વિદેશમાં Z+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે. અત્યાર સુધી આ સુરક્ષાનો ખર્ચ કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઉઠાવતું હતું, પરંતુ હવે અંબાણી પરિવારે આ ખર્ચ ઉઠાવવો પડશે. આ આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કહ્યું કે જ્યારે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભારતની અંદર હોય ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું મહારાષ્ટ્ર રાજ્ય અને ગૃહ મંત્રાલયનું છે. જ્યારે તેઓ વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે ગૃહ મંત્રાલય તેઓની સુરક્સુક્ષા નિશ્ચિત કરશે. જો કે અંબાણી પરિવારે પોતાની સુરક્ષા માટે ખર્ચ ચૂકવવો પડશે. આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હવેથી કોઈ ખર્ચો ઉઠાવશે નહિં.

અંબાણી પરિવારને આપવામાં આવતી સુરક્ષાનો મુદ્દો દેશના વિવિધ ભાગોમાં મુકદ્દમાનો વિષય છે તે નોંધીને બેન્ચે વિવાદોને શાંત પાડવા માટે વર્તમાન આદેશ પસાર કર્યો છે. ખંડપીઠે આ આદેશ વિકાસ સાહા નામની વ્યક્તિ વતી દાખલ કરેલી અરજીમાં આપ્યો હતો.

પિટિશનમાં ત્રિપુરા હાઈકોર્ટના વચગાળાના આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં ગૃહ મંત્રાલયને મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી અને તેમના બાળકો આકાશ, અનંત અને ઈશાના સંબંધમાં ધમકીની ધારણા અંગેની અસલ ફાઈલો રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ગૃહ મંત્રાલયના અધિકારીએ સીલબંધ કવરમાં સંબંધિત ફાઈલો સાથે 28 જૂન, 2022ના રોજ તેની સમક્ષ હાજર રહેશે.

જૂન 2022 માં, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાની બનેલી સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે ફાઇલોના નિર્માણ માટે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશો પર સ્ટે મૂક્યો હતો. 22 જુલાઈ, 2022ના રોજ, સુપ્રીમ કોર્ટની 3 જજોની બેન્ચે ત્રિપુરા હાઈકોર્ટ સમક્ષની અરજીને તેની સાથે બંધ કરવાનું યોગ્ય ગણયું હતું. તેણે અંબાણી પરિવારને તેમના ખર્ચે પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માંગ કરતી રિટ પિટિશનને બંધ કરી હતી.

Most Popular

To Top