Sports

ભારત જીત્યું, 292 પર ઈંગ્લેન્ડ ઓલઆઉટ: અશ્વિને આ સિદ્ધી હાંસલ કરવા હજુ રાહ જોવી પડશે

વિશાખાપટ્ટનમ: ભારત અને ઈંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની (TestSeries) બીજી મેચ ડૉ. વાય.એસ. તે રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે 5 ફેબ્રુઆરીએ મેચનો ચોથો દિવસ છે. ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડે 292 રન પર ઓલઆઉટ થયું છે. આ સાથે જ ભારતે 106 રનથી મેચ જીતી લીધી છે. પાંચ ટેસ્ટ સિરિઝમાં હવે ઈંગ્લેન્ડ અને ભારત 1-1ની બરાબરી પર છે. રવિચંદ્રન અશ્વીને 500 વિકેટનો કિર્તીમાન હાંસલ કરવા હજુ રાહ જોવી પડશે.

રવિચંદ્રન અશ્વિને બીજી ઈનિંગમાં 18 ઓવર ફેંકી હતી. 72 રન આપી 3 વિકેટ લીધી હતી. આ સાથે જ અશ્વિન તેના કેરિયરમાં 499 વિકેટ પર પહોંચી ગયો છે. હવે તે 500 વિકેટના કિર્તીમાનથી એક જ વિકેટ દૂર છે. પહેલી ઈનિંગના હીરો જસપ્રીત બુમરાહે બીજી ઈનિંગમાં પણ 3 વિકેટ લીધી હતી. પહેલી ઈનિંગમાં બુમરાહે 6 વિકેટ લીધી હતી. આમ આ મેચમાં બુમરાહે કુલ 9 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ રમતના ત્રીજા દિવસે પડી હતી જ્યારે બેન ડકેટ સ્પિનર ​​આર. અશ્વિનની સ્પિનમાં કેચ આઉટ થયો હતો. વિકેટકિપર કે.એસ. ભરતે ડકેટનો મુશ્કેલ કેચ ડાઈવ મારી ઝડપ્યો હતો. ત્યારબાદ ચોથા દિવસે આઉટ થનાર પ્રથમ બેટ્સમેન નાઈટવોચમેન રેહાન અહેમદ હતો. અક્ષર પટેલે તેને પોતાની સ્પિનમાં એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. રેહાને 23 રન બનાવ્યા હતા. રેહાન બાદ અશ્વિને ઓલી પોપ અને જો રૂટને આઉટ કરીને ઈંગ્લેન્ડને બેકફૂટ પર લાવી દીધું હતું. બુમરાહે બેયરસ્ટોને આઉટ કરતા ઈંગ્લેન્ડની મુશ્કેલી વધી હતી.

લંચ સુધીમાં ઈંગ્લેન્ડની અડધાથી વધુ ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જ્યારે કેપ્ટન બેન સ્ટોક્સ એક પણ બોલ રમ્યા વિના ક્રિઝ પર ઉભો હતો. હજુ ઈંગ્લેન્ડે 215 રન બનાવવાના છે અને માત્ર 4 જ વિકેટ બાકી છે ત્યારે મેચના ચોથા દિવસે જ પરિણામ આવી જાય તેવી શક્યતાઓ વધી છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલની શાનદાર બેવડી સદીની મદદથી પોતાની પ્રથમ ઇનિંગમાં 396 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ માત્ર 253 રન પર જ સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવના આધારે ભારતને 143 રનની લીડ મળી હતી. આ પછી ભારતીય ટીમનો બીજો દાવ 255 રનમાં સમેટાઈ ગયો હતો.

Most Popular

To Top