Sports

World Cup 2023: ભારત ફાઇનલ્સમાં ઓસ્ટ્રેલિયા સાથે રમશે, આ ખેલાડીએ કર્યો કમાલ

મુંબઈ: કોલકાતાના ઈડન ગાર્ડન્સ (Eden garden) ખાતે આજે (16 નવેમ્બર) ઓસ્ટ્રેલિયા (Australia) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે સેમીફાઈનલ મેચ (semi final match) રમાઈ હતી. આ સેમિફાઇનલ મેચમાં જે પણ ટીમ જીતશે તેનો મુકાબલો 19 નવેમ્બરે ભારત સાથે થવાનો હતો. ત્યારે આ મેચના વિજેતાની આખો ભારત દેશ રાહ જોઈ રહ્યું હતું. કે જેની સાથે ફાઈનલ્સમાં ભારતીય ટીમ રમશે. ત્યારે ભારતને પોતાનો હરીફ ટીમ મળી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ (Australia) આજની બીજી સેમિફાઇનલ મેચમાં આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ ટાઈટલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમશે. જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જોકે, આ મેચ જીતવા માટે તેઓને ખૂબ મહેનત કરવી પડી હતી. કારણ કે આફ્રિકાએ માત્ર 174 રનમાં 6 વિકેટ ઝડપી હતી.

ત્યાર બાદ જોશ ઈંગ્લિશે 28 રન બનાવીને ટીમને જીતની નજીક લઈ ગયા હતા. અંતમાં સુકાની પેટ કમિન્સ એ 14 રન બનાવ્યા અને મિચેલ સ્ટાર્ક 16 રન બનાવીને નોટ આઉટ રહી વિજય તરફ દોરી ગયા હતા. હવે ભારત સાથે ઓસ્ટ્રેલિયાની મેચ 19 તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેણે 24 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે 95 રનની ભાગીદારી કરી આફ્રિકાને 100 રનથી આગળ લઈ ગયા. આ પછી ટ્રેવિસ હેડે ક્લાસેન અને માર્કો જેન્સેનને સતત બોલ પર આઉટ કરીને આફ્રિકન ટીમને ફરીથી બેક ફૂટ પર લાવી દીધી હતી.

અહીંથી ડેવિડ મિલરનો જાદુ જોવા મળ્યો અને તેણે એકલા હાથે દક્ષિણ આફ્રિકાને 212 રનના સ્કોર સુધી પહોંચાડ્યું. ડેવિડ મિલરે 116 બોલનો સામનો કરીને 101 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય હેનરિક ક્લાસને 48 બોલમાં 47 રન બનાવ્યા. જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન કમિન્સ અને મિચેલ સ્ટાર્કે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ટ્રેવિસ હેડ અને જોશ હેઝલવુડે પણ બે-બે વિકેટ ઝડપી હતી.

Most Popular

To Top