ભારત અને યુએઈ સરકાર વચ્ચે થયેલા કોમ્પ્રિહેન્સ્ટિવ ઈકોનોમિક પાર્ટનર શિપ એગ્રીમેન્ટ (CEPA) ના સારા રિઝલ્ટ આવવાના શરૂ થયા છે. આ એગ્રીમેન્ટ પ્રારંભિક સ્તરે. જેમ એન્ડ જવેલરી ઉદ્યોગને ફળ્યો છે. જુલાઈ-2022માં ભારતના પ્લેન ગોલ્ડ જવેલરી એક્સપોર્ટમાં 24.22 ટકાનો વધારો નોંધાયો છે. સાદા સોનાના દાગીનાની કુલ નિકાસ 24.22% વધીને રૂ. 2591.67 કરોડ નોંધાઇ છે.જે જુલાઈ- 2021માં 2081 કરોડ હતી. એપ્રિલથી જુલાઈ 2022ના સમયગાળામાં પ્લેન ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ 29.29% વધીને રૂ. 10293.55 કરોડ નોંધાઇ છે.જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 7961.63 કરોડ હતી.
જો કે, જુલાઇ 2022 મહિનામાં એકંદરે જેમ એન્ડ જ્વેલરીની નિકાસ 0.97% ઘટીને રૂ.24913.99 કરોડ થઈ છે.અગાઉના વર્ષના સમાન સમયગાળા માટે 25157.64 કરોડ હતી. જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહ કહે છે કે UAE સાથે CEPA પર હસ્તાક્ષર કર્યા પછી પ્લેન ગોલ્ડન દાગીનાની નિકાસમાં સારું વલણ જોવા મળ્યું છે. સરકાર ટૂંક સમયમાં યુકે અને કેનેડા સાથે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ કરે એવા પ્રયાસ ચાલી રહ્યાં છે. જુલાઈ 2022માં, તમામ પ્રકારની સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ 6.75% વધીને 3299.29 કરોડ થઈ છે. એપ્રિલથી જુલાઈ 2022ના સમયગાળા માટે, તમામ પ્રકારની સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસમાં 27.29%ની વૃદ્ધિ જોવા મળી છે.
કેન્દ્ર સરકારે જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે કાર્યરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં એક્સપોર્ટ વધારવા લક્ષ્યાંક આપ્યો છે. સરકારે સેઝનો વર્તમાન 7 બિલિયન અમેરિકન ડોલરનો એક્સપોર્ટ વધારી 15 બિલિયનનો કર્યો છે. મુંબઇ સેઝના ડેવલપમેન્ટ કમિશનર કહે છે કે આગામી બે વર્ષમાં એક્સપોર્ટ 100 અરબ ડોલર પર પહોંચશે. સરકાર ઉત્પાદન ખર્ચ ઘટે એ માટે અનુકૂળ ટેરીફ આપી રહી છે. જેથી વૈશ્વિક માર્કેટમાં સ્પર્ધા થઈ શકે. તાજેતરમાં જીજેઈપીસી દ્વારા યોજાયેલી સેઝ કોન્કલેવ એ સમજવાનો અવસર આપે છે કે ટેકનોલોજી, સ્કીલ્ડ અને ક્ષમતા આધારિત આ ઉદ્યોગમાં આપણે ક્યાં ઊભા છીએ. ભારતના કુલ જેમ એન્ડ જવેલરીના એક્સપોર્ટમાં સેઝનો હિસ્સો 18 ટકા એટલે 7 બિલિયન અમેરિકન ડોલર જેટલો છે. આગામી ત્રણ વર્ષમાં આ એક્સપોર્ટ 15 બિલિયન અમેરિકન ડોલર એટલે કે 15 અરબનો થાય એ માટે સરકાર અને ઉદ્યોગો સહિયારો પ્રયાસ કરી રહ્યાં છે.
કેન્દ્રના કૉમર્સ સેક્રેટરી તરુણ બજાજ સમક્ષ કાઉન્સિલે મુંબઈ અને સુરતના સેઝમાં વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીઓના રફ ડાયમંડના વેચાણ માટે ટર્ન ઓવર ટેક્સ લાગુ કરવા સહિતની માંગ કરી હતી.મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સના પ્રીસિયસ કાર્ગો કોમ્પ્લેક્સ ક્લિયરન્સ સેન્ટરની મુલાકાતે આવેલા બજાજ સમક્ષ એરપોર્ટથી હીરા અને જવેલરી એક્સપોર્ટ કરતી વખતે ઊભી થતી સમસ્યા, ઇ-કોમર્સ પ્લેટફોર્મથી હીરા અને જવેલરીના એક્સપોર્ટને લગતાં નિયમો હળવા બનાવવા,એક્સપોર્ટ – ઇમ્પોર્ટ સામે સેટ ઓફ ઝડપી બનાવવા, આઇટી HS ચેપ્ટર 71 હેઠળ કિંમતી હીરા, ઝવેરાત માટે સંસ્થાગત કેવાયસી બેન્ક આઇડી ફરજિયાત કરવું સહિતના મુદ્દે રજૂઆત કરી હતી.
ભારતમાં પ્રવર્તમાન સેઝની અંદર 10 કરોડ સ્કે.મીટર જેટલી જમીન ફાઝલ પડી છે. આગામી દિવસોમાં સરકાર ઝડપથી યુરોપ અને અમેરિકા સાથે ફોરેન ટ્રેડ કરાર કરે,ડાયમંડ ઈમ્પેરેસ્ટ સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવે, ડાયમંડ સર્ટીફિકેશનને જોબવર્ક માની જીએસટીના દર તે મુજબ લાગુ કરાય,સેઝમાં પરત આવતા હીરાના જોબવર્ક પર એલાઉન્સ મળે, સ્પેશ્યિલ નોટિફાઈડ ઝોનમાં આવતા હીરા પર ડ્યૂટી નહીં લગાડવી, સોના તથા ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટી બજારની સ્થિતિ પ્રમાણે ઘટાડવાની પણ માંગ ઉધોગે કરી છે. સ્કીલ્ડ અને ક્ષમતા આધારિત આ ઉદ્યોગમાં આપણે ક્યાં ઊભા છીએ. ભારતના કુલ જેમ એન્ડ જવેલરીના એક્સપોર્ટમાં સેઝનો હિસ્સો 18 ટકા એટલે 7 બિલિયન અમેરિકન ડોલર જેટલો છે.આગામી ત્રણ વર્ષમાં આ એક્સપોર્ટ 15 બિલિયન અમેરિકન ડોલર એટલે કે 15 અરબનો થાય એ માટે સરકાર અને ઉદ્યોગો સહિયારો પ્રયાસ કરી રહ્યાં છે.