ભારતમાં (India) આવતા અઠવાડિયાથી સ્પુતનિક રસીનું (Sputnik vaccine) વેચાણ શરૂ થશે. એનઆઈટીઆઈ આયોગના સભ્ય ડો.વી.કે. પોલે જણાવ્યું હતું કે સ્પુટનિક રસીનું વેચાણ ભારતમાં આવતા અઠવાડિયાથી શરૂ થશે અને તે બજારમાં પણ ઉપલબ્ધ થશે. ભારતમાં (India) સ્પૂતનિક વેક્સિનના 15.6 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. પોલે કહ્યુ કે, આ વેક્સિનનો અન્ય જથ્થો આવશે. તેમણે કહ્યું કે, ભારતમાં જુલાઈથી સ્પૂતનિક વેક્સિનનું ઉત્પાદન પણ શરૂ થવાનું છે.
દેશમાં અત્યાર સુધી આશરે 18 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી ચુકી છે. ભારત કોરોના રસીના મામલામાં ત્રીજા સ્થાને છે. હાલ દેશમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ભારતને આગામી સપ્તાહે કોરોના સામે જંગમાં વેક્સિન તરીકે ત્રીજુ હથિયાર મળી શકે છે. આગામી સપ્તાહે ભારતમાં રશિયામાં બનેલી સ્પૂતનિક વેક્સિન ઉપલબ્દ થઈ શકે છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યુ કે, સ્પૂતનિક વેક્સિન ભારત પહોંચી ચુકી છે. મને તે જણાવતા ખુશી થઈ રહી છે અને આશા છે કે તે આગામી સપ્તાહે માર્કેટમાં હાજર થશે. અમને આશા છે કે રશિયાથી જે સીમિત સપ્લાય આવી છે, તે આગામી સપ્તાહે વેચાણ માટે ઉપલબ્ધ થશે.
પોલે કહ્યુ કે, અમને ખુશી છે કે દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના એક તૃતિયાંશ લોકોને કોરોનાનું સુરક્ષા કવચ આપી દેવામાં આવ્યું છે. 45 કે તેનાથી વધુ ઉંમરના 88 ટકા લોકોના કોરોનાને કારમો મોત થયા છે. તેવામાં આ ઉંમર વર્ગના લોકોનું રસીકરણ જરૂરી હતું અને તેના પર પહેલા ફોકસ કરવામાં આવ્યું છે. ભારતમાં સ્પૂતનિક વેક્સિનના 15.6 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. ભારતમાં જુલાઈથી સ્પૂતનિક વેક્સિનનું ઉત્પાદન પણ શરૂ થવાનું છે.
બીજી તરફ દેશમાં કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇજેશન (NTAGI)એ ભલામણ કરી હતી કે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના સમયગાળાને 12થી 16 સપ્તાહ સુધી વધારી દેવામાં આવે. આ ભલામણને સરકારે સ્વીકારી લીધી છે. અત્યાર સુધી આ વેક્સિનના (Vaccine) ડોઝ વચ્ચે 6થી 8 સપ્તાહ સુધીનું અંતર રાખવામાં આવ્યું હતુ. પેનલે કહ્યું હતું કે કોવેક્સિન અંગે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારે પણ માર્ચમાં કોવિશીલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે અંતર 28 દિવસથી વધારીને 6થી 8 સપ્તાહનું કરવાની વાત કરી હતી. આ સાથે જ સરકારી પેનલે કહ્યું કે જે લોકો કોવિડ-19માંથી સાજા (Recover) થઈ ચૂક્યા છે અને તપાસમાં તેમના સાર્સ સીઓવી-2થી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે તે લોકોએ સાજા થયા બાદ છ મહિના સુધી સુધી રસીકરણ કરાવવું જોઈએ નહીં. ભારતમાં હાલ બે વેક્સિન કોવૈક્સીન અને કોવિશીલ્ડની મદદથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારે રશિયાની વેક્સિન સ્પૂતનિક-વી રસીને પણ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.