નવી દિલ્હી: ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ મંગળવારે (19 ડિસેમ્બર) રમાઈ રહી છે. ગકબેરાહના સેન્ટ જ્યોર્જ પાર્કમાં બંને ટીમો સામસામે છે. દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોહાનિસબર્ગમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે આઠ વિકેટે જીત મેળવી હતી. જો ભારત બીજી મેચ જીતશે તો આ શ્રેણીમાં તે અજેય મેળવી લેશે.
દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને 211 રનમાં આઉટ કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાને અવેશ ખાનના રૂપમાં 10મો ઝટકો લાગ્યો છે. તે નવ બોલમાં નવ રન બનાવીને રનઆઉટ થયો હતો. ભારત 46.2 ઓવરમાં 211 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે 56 રનની ઇનિંગ રમી હતી. અર્શદીપ સિંહે 18 રન બનાવ્યા હતા. રિંકુ સિંહ પોતાની ડેબ્યૂ વનડેમાં માત્ર 17 રન બનાવી શક્યો હતો. સંજુ સેમસન 10 રન બનાવીને આઉટ થયા હતા અને તિલક વર્મા 10 રન બનાવીને આઉટ થયા હતા. અવેશ ખાન નવ, અક્ષર પટેલ સાત, ઋતુરાજ ગાયકવાડે ચાર અને કુલદીપ યાદવ એક રન બનાવીને આઉટ થયા હતા. મુકેશ કુમારે ચાર અણનમ રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્જરે ત્રણ વિકેટ ઝડપી હતી. બ્યુરેન હેન્ડ્રીક્સ અને કેશવ મહારાજને બે-બે સફળતા મળી. લિઝાદ વિલિયમસન અને એડન માર્કરામે એક-એક વિકેટ લીધી હતી.
આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે. દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહે ભારત માટે ડેબ્યૂ કર્યું છે. શ્રેયસ અય્યર ટેસ્ટ ટીમ સાથે જોડાઈ ગયો છે. તે આ મેચમાં રમી રહ્યો નથી.
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ 11 ટીમ: ટોની ડી જોર્ગી, રીઝા હેન્ડ્રીક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, કેશવ મહારાજ, નાન્દ્રે બર્જર, લિઝાદ વિલિયમ્સ, બ્યુરેન હેન્ડ્રીક્સ.
ભારતની પ્લેઇંગ 11 ટીમ: કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.