ઉપર્યુકત વિષયને લઈને હમણાં દેશમાં ઘમસાણ મચ્યું છે. આજ સુધી દેશનું નામ ઇન્ડીયા બદલીને ભારત કરવા માટે કોઇને વિચાર સુધ્ધા આવ્યો નહોતો. તો એકાએક એવું શું બન્યું કે દેશનું નામ ઇન્ડીયા બદલીને ભારત કરવા માટે વિચારણા ચાલુ થઈ. તે માટે બે કારણો જવાબદાર લાગી રહ્યા છે. એક તો મોદીને હરાવવા જે ૨૬ પક્ષોનું ગઠબંધન રચાયું તેનું નામ I.N.D.I.A. રાખવામાં આવ્યું અને બાકી હતું તે તમિલનાડુ વિધાનસભાના સભ્ય ઉદયનીધી સ્ટાલિને એક જાહેર સભામાં એવું ઉચ્ચારણ કર્યું કે ગઠબંધનનું કામ દેશમાંથી સનાતન સંસ્કૃતિનો સમૂળગો નાશ કરવાનું છે. આ બે વાતે સૂતેલા સાપને છંછેડવાનું કામ કર્યું. જો આ બે ધટના ન બની હોત તો આપણા દેશનું નામ ઇન્ડીયા બદલીને ભારત કરવા અંગે કોઈને વિચાર પણ ન આવ્યો હોત. હવે આ બાબતે એટલુ જોર પકડ્યું છે કે નજીકના ભવિષ્યમાં શું થશે તે કહી શકાય નહી. ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખવાને લીધે ભાજપમાં એ નામને કારણે ગઠબંધન મેદાન મારી જાય એવો ભય ઊભો થયો હોય એવું નથી લાગતું ?
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સાંસદો ચૂંટાતા નથી ખરીદાય છે
પ્રજાનું બ્રેઇનર્વાશ કરનારા ઉમેદવારો, મની, મશલ પાવર, ધાક ધમકી બુટલેગરો અને અસામાજીક તત્વોથી ચૂંટાતા હકીકતમાં ખરીદાતા સાંસદો બન્યા પછી ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વસુલીમાં શાહકારોને પણ ટપી જાય છે. રજવાડાઓને ભુલી જાવ એવી સુખ સાહેયબી ભોગવનારા રજવાડી બંગલાઓ, શોકર દ્વીવન કાર, વિદેશમાં ભણતા સંતાનો આ સાંસદો ફી ભોજન પાસ, લાઇટબીલ અને ગેસબીલમાં રાહત તેઓ કદી ચૂંટાયા પછી પોતાના મત વિસ્તારમાં ફરકતા પણ નથી. ટીકીટ કરોડોમાં ખરીદાય છે. પ્રજાની પડી નથી પેટની પડી છે.
રાંદેર – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.