નવી દિલ્હી: એક તરફ ઈઝરાયેલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના (Crued Oil) ભાવમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ભારત (India) અને રશિયા (Russia) ક્રૂડ ઓઈલના પેમેન્ટને (Payment) લઈને સામસામે છે. વાસ્તવમાં, રશિયા ભારતને ક્રૂડ ઓઈલના ટોચના સપ્લાયર્સમાં સામેલ છે, પરંતુ કેટલાક રશિયન ઓઈલ સપ્લાયર ચીનની કરન્સી યુઆનમાં પેમેન્ટની માંગ કરી રહ્યા હતા, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે કડક વલણ અપનાવ્યું છે અને રશિયન ઓઈલ સપ્લાયર્સની માંગણીઓ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આ સપ્લાયર્સ યુઆનમાં ભારત દ્વારા આયાત કરવામાં આવતા તેલ માટે ચૂકવણીના વ્યવહારો કરવા વિનંતી કરી રહ્યા હતા. આ માંગણીઓ વચ્ચે, મોદી સરકારે, ક્રૂડ ઓઇલની આયાત માટે ચીની ચલણમાં ચૂકવણી કરવા માટે રશિયન ઓઇલ સપ્લાયરોના દબાણને ન માનતા, વાંધો ઉઠાવ્યો અને ઇનકાર કર્યો. હવે સવાલ એ છે કે શા માટે રશિયા ભારતને ચીની ચલણમાં પેમેન્ટ કરવાનું કહી રહ્યું છે?
રશિયા ભારતને મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ મોકલે છે અને અબજો ડોલરની કમાણી કરે છે. ભારત રશિયન ક્રૂડ ઓઈલના પુરવઠા માટે કેટલું મહત્વનું છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે દેશ તેની જરૂરિયાતના 60 ટકા ક્રૂડ ઓઈલની આયાત એકલા રશિયાથી કરે છે. તે ભારત દ્વારા યુએસ ડોલર, દિરહામ અને રૂપિયામાં ચૂકવવામાં આવે છે. જો કે, તેનો મોટાભાગનો હિસ્સો ડોલરનો બનેલો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી, રશિયન ઉદ્યોગપતિઓ તેમનો મોટાભાગનો વ્યવસાય ફક્ત ચાઇનીઝ ચલણમાં કરવાનું પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે તેઓ ભારત પર પણ માત્ર યુઆનમાં પેમેન્ટ કરવા દબાણ કરી રહ્યા છે.
રશિયન ઉદ્યોગપતિઓ દ્વારા ચીની ચલણમાં ચૂકવણી કરવામાં આવી રહી હોવાને કારણે, યુઆન આ વર્ષે રશિયામાં સૌથી વધુ ટ્રેડેડ કરન્સી બની ગઈ છે. ભારતની સૌથી મોટી રિફાઈનરી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) એ તાજેતરમાં જ રશિયન ક્રૂડ માટે ચીની ચલણમાં ચૂકવણી કરી હતી, પરંતુ તે પછી જ કેન્દ્ર સરકારે ચાઈનીઝ ચલણમાં કોઈપણ પ્રકારના વ્યવહાર પર પ્રતિબંધ મૂક્યો હતો.