નવી દિલ્હી: બુધવારના રોજ રમાયેલી ભારત (India) બાંગ્લાદેશની (Bangladesh) મેચમાં (Match) ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારબાદ મેચ પત્યા પછી ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે જે માહિતી આપી છે તેનાથી મોટો એક આંચકો લાગ્યો છે. તેણે જાણકારી આપી હતી કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર દીપક ચહર અને કુલદીપ સેન ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયા છે. જણાવી દઈએ કે આ ત્રણેય ખેલાડીઓ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતાં.
- ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર દીપક ચહર અને કુલદીપ સેન ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી બહાર
- આજરોજ રમાયેલી મેચમાં બાંગ્લાદેશે આપેલા 272ના ટાર્ગેટ સામે ટીમ ઇન્ડિયા 266 રન કરી શકી હતી
મળતી માહિતી મુજબ રોહિત, કુલદીપ અને દીપક મુંબઈ પરત ફરશે અને હવે તેઓ સિરીઝની ત્રીજી વનડે કે જે 10 ડિસેમ્બરનાં રોજ રમાવા જઈ રહી છે તે ચટગાંવમાં રમાશે. બીજી વનડેમાં હાર્યા બાદ કોચ રાહુલ દ્રવિડે આ અપડેટ આપ્યું હતું. કોચ રાહુલ દ્રવિડે વઘારામાં જણાવ્યું હતું કે ‘ચોક્કસપણે કુલદીપ, દીપક અને રોહિત આગામી મેચમાં રમી શકશે નહીં. કુલદીપ અને દીપક શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. આ ઉપરાંત રોહિત આગામી મેચ પણ રમી શકશે નહીં. વધારામાં તેણે કહ્યું કે ‘રોહિત મુંબઈ પાછો જશે, જ્યાં ડોકટર તેની તપાસ કરશે. આ પછી જ ખબર પડશે કે તે ટેસ્ટ મેચ રમી શકશે કે નહીં. પરંતુ આ ત્રણેય સિરીઝની છેલ્લી વનડે તે રમી શકશે નહીં તે નિશ્ચિત છે.
જણાવી દઈએ કે આજરોજ રમાયેલી મેચમાં બાંગ્લાદેશે આપેલા 272ના ટાર્ગેટ સામે ટીમ ઇન્ડિયા 266 રન કરી શકી હતી. આ મેચની વિકટ પરિસ્થિતિમાં પણ ભારતે અંતિમ ઓવર સુધી લડત આપી મેચ જીતવાની આશાઓ જીવંત રાખી હતી .જોકે ભારત 5 રનથી બીજી મેચ પણ બાંગ્લાદેશ સામે હારી ગયું હતું. ટીમ ઇન્ડિયાના કપ્તાન રોહિત શર્મા છેલ્લા બોલ સુધી સ્ટ્રાઇક ઉપર રહ્યા હતાં.