Sports

IND vs PAK મેચ પહેલા સંગીતના આ દિગ્ગજો જમાવશે માહોલ, રંગારંગ કાર્યક્રમમાં ઝૂમશે અમદાવાદ!

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ભારત-પાકિસ્તાન (India-Pakistan) મેચ પહેલા પ્રી-મેચ શો માટે સુપરસ્ટાર લાઇન-અપની પુષ્ટિ કરી છે. વર્લ્ડ કપ 2023ની શરૂઆતમાં ઓપનિંગ સેરેમનીમાં પણ જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેની મહા મેચ પહેલા રંગારંગ કાર્યક્રમના અહેવાલો સામે આવ્યા છે. હવે BCCIએ પણ તેને મંજૂરી આપી દીધી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા ત્રણ મોટા મ્યુઝિક સુપરસ્ટાર પરફોર્મ કરશે. જેમાં અરિજીત સિંહ, શંકર મહાદેવન અને સુખવિંદર સિંહના નામ સામેલ છે. બીસીસીઆઈએ ખુદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાતની પુષ્ટિ કરી છે. આ ઇવેન્ટને મ્યુઝિકલ ઓડિસી નામ આપવામાં આવ્યું છે. અરિજિત સિંહે આ જ મેદાન પર તેમના ગીતો સાથે IPL 2023 ની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થવાની છે. આ માટે ટોસ બપોરે 1.30 કલાકે થશે. સંગીત ઓડિસી ટોસના એક કલાક પહેલા 12.30 વાગ્યે શરૂ થશે. રિપોર્ટ્સનું માનીએ તો નેહા કક્કર અને સુનિધિ ચૌહાણ પણ પરફોર્મ કરવા જઈ રહી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સિંગિંગ પ્રી-મેચ શો પછી, ભારત-પાકિસ્તાન મેચના ઇનિંગ બ્રેક દરમિયાન 10 મિનિટનો કાર્યક્રમ હશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 7 વર્ષ બાદ ભારતની ધરતી પર મેચ રમાઈ રહી છે. આ પહેલા કોલકાતાના મેદાન પર છેલ્લી વખત બંને ટીમો 2016ના T20 વર્લ્ડ કપમાં ટકરાયા હતા. તે સમયે વર્લ્ડ કપ 2023માં ભાગ લેનાર કોઈપણ પાકિસ્તાની ખેલાડી ટીમનો ભાગ નહોતો.

Most Popular

To Top