નવી દિલ્હી: એક તરફ કોમનવેલ્થ ગેમ્સમાં (CWG) ભારતના ખેલાડીઓએ (Palyers) પરચમ લહેરાવીને જુદી જુદી ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવીને સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે ત્યારે પાકિસ્તાનના ખેલાડીઓની (Pakistani players) કંઇ અલગ જ હકીકત બહાર આવી રહી છે. વાત એવી છે કે, કોમન વેલ્થ ગેમ્સ રમવા માટે ગયેલા બે પાકિસ્તાની બોક્સર ભેદી સંજોગોમાં ગુમ થઇ થઇ ગયા છે અને હવે બોક્સિંગ ફેડરેશન આ બંનેને શોધવામાં લાગી પડ્યું છએ. પરંતુ અત્યાર સુધી આ બંને ખેલાડીઓનો કોઇ સંપર્ક થઇ શક્યો નથી. એવુ માનવામાં આવી રહ્યું છે કે, આ બંને ખેલાડીઓ યુરોપમાં સ્થાયી થવા માગે છે અને તેના કારણે તેઓ ગાયબ છે. જેથી યુરોપના કોઇ એક દેશમાં તેમને નાગરિકતા મળી શકે. જો કે, આવું પહેલીવાર નથી બન્યું કે પાકિસ્તાની ટીમના ખેલાડીઓ ગાયબ થયા હોય. આ પહેલા પણ પાકિસ્તાનના ખેલાડીઓની આવી અનેક કરતૂત બહાર આવી ચૂકી છે.
પાકિસ્તાનના જ એક અખબારે આપેલા અહેવાલ અનુસાર જે બોક્સર ગાયબ થયા છે તેમાં સુલેમાન બલોચ અને નઝીરુલ્લાનો સમાવેશ થાય છે. આ બંને ત્યારે ગાયબ થયા જ્યારે ટીમના અન્ય ખેલાડીઓ બસમાં બેસવા માટે જઇ રહ્યાં હતાં. આ બસ બર્મિંગહામ એરપોર્ટ ઉપર જઇ રહી હતી અને ત્યાંથી તમામ ખેલાડીઓએ ફ્લાઇટ મારફત ઇસ્લામાબાદ પહોંચવાનું હતું. સૌથી નવાઇની વાત તો એ છે કે, આ બંનેના ટ્રાવેલિંગના દસ્તાવેજો પાકિસ્તાની અધિકારીઓ પાસે છે. આ બાબતની જાણકારી બ્રિટિશ સરકારને આપી દેવામાં આવી છે. જો કે બ્રિટન તરફથી આ મુદ્દે પાકિસ્તાનનો સંપર્ક કરવામાં આવ્યો નથી. જો કે એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે, હાલમાં આ બંને બર્મિંગહામમાં જ સંતાયેલા હોય શકે છે. પરંતુ આ બંનેને કારણે પાકિસ્તાનની છબી એક વખત ફરી ધોવાઇ ગઇ છે.
તો બીજી તરફ પાકિસ્તાન ઓલિમ્પિક એસોસિએશને આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. હવે આ મામલા માટે ચાર સભ્યોની એક તપાસ સમિતિની રચના કરી દેવામાં આવી છે. આ સમિતિ ખેલાડીઓના તમામ ટ્રાવેલ દસ્તાવેજોની ચકાસણી પણ કરી રહી છે. બ્રિટનમાં તેમના કોઇ સંબંધી રહે છે કે કેમ? તેમની પણ તપાસ ચાલી રહી છે. આ મુદ્દે પાકિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું છે કે, આ મામલાના કારણે દેશની છબી ખરાબ થઇ રહી છે. બ્રિટનની સરકાર આ મામલે અમારી મદદ કરે તેવી અમારી કોશિશ રહેશે. જેથી બંનેને ઝડપથી શોધી શકાય. આ બંનેને કોમન વેલ્થમાં કોઇ જ મેડલ મળ્યો નથી. એટલું જ નહીં આ વખતની કોમનવેલ્થ ગેમ્સમાં બંને દેશના ખેલાડીઓ જ્યારે પણ આમને સામને થયા હતાં ત્યારે, તમામ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને તમામ ગેમ્સમાં માત આપી હતી.