Sports

ભારત પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો જોવા WWEનો ધ રૉક પણ આતુર, વીડિયોમાં કહ્યું આવું…

નવી દિલ્હી: ક્રિકેટ ચાહકો જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો (IndPakMatch) મહામુકાબલો રવિવારે તા. 23 ઓકટોબરના રોજ રમાનાર છે. આ રોમાંચક મેચ મેલબોર્નમાં રમાવાની છે. ટી20 વર્લ્ડ કપ 2022માં (T20WorldCup2022) ભારત અને પાકિસ્તાનની ટીમની પણ આ પ્રથમ મેચ હશે. માત્ર ચાહકો જ નહીં પરંતુ તમામ રમતના દિગ્ગજ ખેલાડીઓ આ મેચની રાહ જોઈ રહ્યા છે. આ જ કારણ છે કે આ મહામુકાબલો જોવા વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ના સુપરસ્ટાર ધ રોક (ડ્વેન જોન્સન)એ એક ખાસ સંદેશ આપ્યો છે. આ વીડિયો મેસેજ બ્રોડકાસ્ટર ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો 20 સેકન્ડનો છે. આમાં ધ રોકે એક સંદેશ આપ્યો હતો કે, ‘જ્યારે બે સૌથી મોટા હરીફો ટકરાશે, ત્યારે આખી દુનિયા થંભી જશે. તે સામાન્ય ક્રિકેટ મેચ કરતાં ઘણું વધારે છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કરનો સમય આવી ગયો છે. સૌથી મોટી દુશ્મનાવટનો સમય.’

ભારત-પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થયો છે. હાલમાં ક્વોલિફાઈંગ મેચો રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ દિવાળીના એક દિવસ પહેલા રમાશે. ભારતીય ટીમને સુપર-12ના ગ્રુપ-બીમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ટીમ ઈન્ડિયા ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા પણ છે. જ્યારે બે ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડ બાદ આ ગ્રુપમાં પ્રવેશ કરશે. ક્વોલિફાઈંગ રાઉન્ડના ગ્રુપ-2ની વિજેતા અને ગ્રુપ-1ની ઉપવિજેતા ટીમને આ ગ્રુપ-બીમાં સ્થાન મળશે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (ડબ્લ્યુકે), દિનેશ કાર્તિક (ડબ્લ્યુકે), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી. સ્ટેન્ડબાય ખેલાડીઓઃ શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.

પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, હૈદર અલી, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ. , ફખર જમાન. ટ્રાવેલિંગ રિઝર્વ: મોહમ્મદ હરિસ, ઉસ્માન કાદિર અને શાહનવાઝ દહાની.

Most Popular

To Top