નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) પહોંચી અંજુએ તેના મિત્ર નસરૂલ્લા સાથે નિકાહ કર્યા છે. આવી અટકળો વચ્ચે અંજુ અને નસરૂલ્લાના વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. જો કે હજી સુધી આ બંને તરફથી નિકાહની કોઇ ખાતરી કરવામાં આવી નથી. એકતરફ પાકિસ્તાન જઇને અંજુ પર ખુશીઓનો વરસાદ થયા છે. ત્યારે બીજી તરફ ભારતમાં (India) અંજુના પરિવાર પર દુ:ખના વાદળો છવાઇ રહ્યા છે. અંજુના પરિવારની મુશ્કેલીઓ વધી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે અંજુ પાકિસ્તાન જઈને લગ્ન કરીને તેમના ગામનું નામ કલંકિત કરી રહી છે. આ કારણોસર તેના પિતાએ રહેવા માટે બીજી કોઈ જગ્યા શોધી લેવી જોઈએ.
જ્યારે ગ્રામજનોને પૂછવામાં આવ્યું કે જો અંજુ તેના પિતાને મળવા આવે તો તેઓ શું કરશે. તેના પર જવાબ આવ્યો કે જો આવી વાત આવશે તો પિતા અને પરિવારને પણ ગામની બહાર કાઢી મૂકવામાં આવશે. ગ્રામજનોએ કહ્યું કે હાલ ભારત સરકાર આ બાબતે તપાસ કરી રહી છે. પરંતુ અમે તેને અહીં પ્રવેશવા નહીં દઈએ. વિરોધ કરવાની જરૂર નથી. કારણ કે અમારું ગામ એક જૂથનું છે. વાત કરવાની બિલકુલ જરૂર રહેશે નહીં. અંજુ પણ જાણે છે કે આપણું ગામ કેવું છે. તેને અહીં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
અંજુના પિતા ગયા પ્રસાદ થોમસે કહ્યું હતું કે અંજુ હવે તેના પરિવાર માટે “મૃત વ્યક્તિ” છે. અંજુને તેના બાળકો પ્રત્યે પણ દયા ન હતી. તેણે બિલકુલ વિચાર્યું નહીં. જો તે આવું કરવા માંગતી હોય તો તેણે પહેલા તેના પતિને છૂટાછેડા આપી દેવા જોઈએ. તે આપણા માટે હવે જીવતી નથી. હું આ મામલે કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છું.
આ મામલે મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે ભારતીય મહિલા અંજુ તેના ફેસબુક મિત્ર સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન પહોંચી હોવાના કેસમાં રાજ્ય પોલીસ “આંતરરાષ્ટ્રીય ષડયંત્ર”ના એંગલથી તપાસ કરશે. બે બાળકોની માતા અંજુએ ઈસ્લામ કબૂલ્યા બાદ આ વર્ષે 25 જુલાઈએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લામાં તેના મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા. જો કે ધર્મ પરિવર્તન બાદ ફાતિમા તરીકે ઓળખાતી અંજુને ઈસ્લામ ધર્મ અપનાવવા માટે રોકડ અને જમીન ભેટમાં આપવામાં આવી હતી.