National

વ્યક્તિએ મહિલા બનવાની ઈચ્છા જાહેર કરતા બે વિદ્યાર્થીઓએ યુટ્યુબ વીડિયો જોઇ કરી નાંખી સર્જરી

આંઘ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના(Andhrapradesh) નેલ્લોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બી ફાર્માના(B.Pharma) બે વિદ્યાર્થીઓએ યુટ્યુબ ટ્યુટોરીયલ વીડિયો(Youtube Video) જોયા પછી 28 વર્ષીય મજૂર પર લિંગ સર્જરી(Sex Surgery) કરી નાંખી હતી. આ સર્જરી બાદ મજૂરનું મૃત્યુ થયુ હતુ. ભોગ બનનાર વ્યક્તિ આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાનો છે. તેની ઓળખ શ્રીકાંત તરીકે થઈ છે. જે હૈદરાબાદમાં મજૂર તરીકે કામ કરતો હતો. માનવામાં આવે છે કે તેણે તેની પત્નીને તેના લિંગ બદલવા અંગેની વાત જણાવી હતી અને તેના કારણે છૂટાછેડા આપ્યા હતા. ત્યારથી શ્રીકાંત એકલો રહેતો હતો.

  • શ્રીકાંત મહિલા બનવા માંગતો હતો અને મુંબઈ ઓપરેશન કરાવવા જવાની તૈયારી કરી રહ્યો હતો
  • યુટ્યુબ જોઈને વિદ્યાર્થીઓએ ઓપરેશન કર્યું
  • સસ્તા ભાવે ઓપરેશન કરવાની લાલચ આપી હતી
  • તેણે તેની પત્નીને તેના લિંગ બદલવા અંગેની વાત જણાવી હતી અને તેના કારણે છૂટાછેડા આપ્યા હતા
  • ઓપરેશન દરમિયાન વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે શ્રીકાંતનું મૃત્યુ થયું

આ ઘટનાની વિગત એવી છે કે શ્રીકાંત કોઇ રીતે બીફાર્માના બંને વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યો હતો. વાત આગળ વધતા શ્રીકાંતે લિંગ સર્જરી કરાવવાની તેની ઈચ્છા જાહેર કરી હતી. શ્રીકાંત આ પ્રક્રિયા માટે મુંબઈ જવા માંગતો હતો. પરંતુ બંને અંડરગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓએ તેને ઓછા ખર્ચે ઓપરેશન કરાવવા સમજાવ્યો હતો. બંનેએ સર્જરી માટે ખાનગી લોજમાં રૂમ ભાડેથી લીઘો હતો. બી ફાર્માના મસ્તાન અને જીવા નામના બે વિદ્યાર્થીઓએ યુટ્યુબ પર એક વીડિયોને અનુસરીને સર્જરીની પ્રક્રિયા શરૂ કરી હતી. દુર્ભાગ્યે ઓપરેશન દરમિયાન વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે શ્રીકાંતનું મૃત્યુ થયું હતું. જ્યારે લોજના સ્ટાફને રૂમની અંદર લાશ મળી ત્યારે આ ઘટના સામે આવી હતી. પોલીસને જાણ થતાં કાર્યવાહી શરૂ થઇ હતી. હાલ પોલીસે બંને વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે મૃતક પ્રકાશમ જિલ્લાના જરુગુમલ્લી મંડલના કામેપલ્લી ગામનો રહેવાસી હતો. યુટ્યુબ જોઈને આ ઓપરેશનને અંજામ આપનાર મસ્તાન અને જીવા બંનેની પોલીસે ધરપકડ કરી છે. અધિકારીઓએ કહ્યું કે અમે બંને વિદ્યાર્થીઓની વધુ પૂછપરછ કરી રહ્યા છીએ. જાણવા મળ્યું છે કે 2019માં શ્રીકાંતે તેના કાકાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. એક વર્ષમાં જ તેઓ અલગ થઈ ગયા હતા.

Most Popular

To Top