ભારત સહિષ્ણુ દેશ છે. પ્રાચીન સમયથી જોઈએ તો ભારતે બીજા દેશ પર ચડાઈ કરી જ નથી. બલ કે જીતેલો પ્રદેશ પણ પાછો આપી દીધો છે. રામના વખતમાં વિભિષણ નો દાખલો અને ઇંદિરાજીના વખતમાં ૧૯૭૧ માં બાંગલા દેશ . ટનલમાં ફસાયેલા ૪૧ શ્રમીકોને ઉત્તરાખંડ માં બચાવ્યા, એની પાછળ શ્રદ્ધા વિશ્વાસ અને મહેનત ભગવાન પ્રત્યેની આસ્થા એ સૌને હેમખેમ બહાર કાઢ્યા તો કતાર જે વા મુસ્લિમ દેશમાંથી આપણા મરીન ઓફિસરોને ફાંસીની સજામાંથી બચાવી લીધા. આ પાછળ વાટાઘાટ થઈ હશે સંરક્ષણ મંત્રીઓ કતારમાં કેટલી મુલાકાત લીધી હશે ભારતના દરેક ઓફિસરોએકેટ કેટલી મુલાકાત કતારમાં કરી હશે આપણા બુદ્ધિજીવીઓ એ શ્રદ્ધા અને વિશ્વાસથી આ કામ કરીને આપણા ઓફિસર અને બચાવી દીધા. આજે એમનો પરિવાર કેટલોખુશ હશે પ્રધાનમંત્રી ને લાખ લાખ દુઆઓ આપી રહ્યા છે અરે જ્યારે વિકિરણ ની લડાઈ ચાલતી હતી.
રશિયા સાથે ત્યારે પણ ભારતે વચ્ચે રહીને ભારતના વિદ્યાર્થીઓને પરત બોલાવ્યા અને એની પાછળ જે કરવાનું હતું તે બધું જ કરી છૂટ્યા ભારતના તિરંગો લઈને પાકિસ્તાનીઓ સુરક્ષિત પોતાના દેશમાં પાછા ફર્યા આમ ભારતનું માન સન્માન ઈજ્જત અને આ બધી વાટાઘાટો ની અસર છે આજે કતાર જેવા દેશ ભારતને ઈજ્જત માન આપી ભારતના મરીન ઓફિસરોનેપોતાના દેશમાં પાછા સુરક્ષિત મોકલ્યા સાથે સાથે એક અમેરિકનને પણ ભારતે છોડાવ્યો હા ઓછી સિદ્ધિ નથી અને નોંધ દુનિયાના દેશોએ લીધી છે હવે ખાસ વાત એ છે કે આપણા એક સૈનિક જેને જાસુસ ગણીને પાકિસ્તાને બંધક બનાવેલો છે પાછો હેમખેમ ભારત આવે એ જ આપણે ઇછીએ સરબજીત ને પણ જ ગણીને જેલમાં સબડાવીને મૃત્યુના મુખમાં ધકેલી દીધેલો. આજે ભારતનું સન્માન પાકિસ્તાન સિવાય બધા જ દેશો જાળવે છે. પાકિસ્તાન આ વાત સમજી શકે તો કેટલું સારું !
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.