ભારત એટલે વિવેક અને સંસ્કૃતિનો દેશ છે. વધુ મતે કાયદો પસાર થાય તે અનુસાર ભારત વિશ્વના દેશો સાથે સહિષ્ણુતા ભર્યો વહેવાર જ કરતો આવ્યો છે. જુઓ ભારતની સરકારની માનવતા અને દેશનું બુધ્ધિધનને યુક્રેનથી સહીસલામત રીતે ભારત લાવવાનું એક સરસ પગલું. આવું કોઇ દેશોએ વિદ્યાર્થિઓને પોતાના દેશમાં સહીસલામત પાછા લાવવાનું કામ કર્યું નથી. નેપાળ, ચાઇના, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે દેશોના બાળકો પણ યુક્રેન ગયેલા અને ફસાયેલા છે પરંતુ ભારતે આ પડોશી દેશોના બાળકોને પણ સલામત લાવવા ઇજન આપ્યું છે. ભારતના ત્રિરંગાએ એ લોકોને સલામતી આપી છે. એક ન ગમતી વાત આપણા જ દેશમાં બની ગઇ છે. સરકારની વાટાઘાટથી આ વિદ્યાર્થીઓને પરત લાવવાનાં ભગીરથ કાર્યમાં સફળતા મળી છે. આ બાળકોને સલામત પાછા આવ્યા તેની શુભેચ્છા વ્યકત કરવા એરપોર્ટ પર એમનું સ્વાગત ફૂલોથી કરવામાં આવ્યું. લગભગ ઘણા વિદ્યાર્થીઓ બેફિકર બની પેલા મિનિસ્ટર સામું જોયું પણ નહિ. આ વિકટ સમયે તમને સાવ મફતમાં તમારા પરિવાર પાસે લાવ્યા તો તમારામાં જરા પણ આભાર કે લાગણીની ભાવના નહિ?!! સાવ લાગણી વગરના મતલબી ન બનો.
સુરત – જયા રાણા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભારત દેશ છે સહિષ્ણુતાનો દેશ છે
By
Posted on