અંડર-19 એશિયા કપની બીજી સેમીફાઈનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા 8 ડિસેમ્બરે ફાઇનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. શારજાહમાં શ્રીલંકાની ટીમ ટોસ જીતીને બેટિંગ કરવા આવી હતી અને ભારતને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 21.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 સિક્સ અને 6 ફોર ફટકારી હતી. આયુષ મ્હાત્રે 34 રન બનાવ્યા હતા. કેપ્ટન અમાને સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી.
આ પહેલા ચેતન શર્માની ત્રણ વિકેટની મદદથી ભારતે શ્રીલંકાને 46.2 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. શ્રીલંકા તરફથી લેકવિન અબેસિંઘેએ સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. ટીમના છ બેટ્સમેન બે આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા.
કેપ્ટન અમાને સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી
કેપ્ટન અમાને 22મી ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારીને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. અહીં મનીષાએ ફુલ લેન્થ બોલ સામે ફેંક્યો, જેને અમાને સિક્સર માટે લોંગ ઓફ તરફ મોકલ્યો. અમાન 25 રન અને કેપી કાર્તિકેય 11 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.
ભારતની બીજી વિકેટ પડી હતી. પ્રવીણ મનીષાએ વૈભવ સૂર્યવંશીને બોલ્ડ કરીને પેવેલિયન મોકલ્યો હતો. સૂર્યવંશીએ 36 બોલમાં 67 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 5 સિક્સર પણ ફટકારી હતી. વૈભવે 24 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.