અમદાવાદ: અમરેલીથી (Amreli) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલીના પીપાવાવ પોર્ટ (Pipavav Port) પરથી 80 કિલો ડ્રગ્સનો (Drugs) જથ્થો ઝડપાયો છે. આ મામલે DRIની ટીમને અગાઉથી જ બાતમી મળી હતી. તેથી પીપાવાવ પોર્ટ પર DRI, કસ્ટમ અને ATSની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન (Joint operation) કરવામાં આવ્યુ હતુ. આ ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે 450 કરોડ રૂપિયા જેટલી છે. જો કે ચાર દિવસ પહેલા જ ડ્રગ્સના જથ્થાને મામલે અરબી સમુદ્રમાંથી પાકિસ્તની બોટને (Pakistani Boat) ઝડપી પાડવામાં આવી હતી. જેમાં 9 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ વખતે તો ડ્રગ્સની હેરફેર (Drug trafficking) માટે એક અલગ જ રીત અપનાવામાં આવી હતી. તેમાં લગભગ 350 કિલો જેટલો ડ્રગ્સને સુતરની આંટીમાં ફીટ કરવામાં આવ્યું હતું.
ગઇકાલે પિપાવાવ પોર્ટ પર કન્ટેઈનરમાં છુપાવીને રાખવામાં આવેલા નશીલા પદાર્થને પકડી પાડવામાં જામનગર ડીઆરઆઇને સફળતા મળી હતી. ત્યાર પછી ડ્રગ્સના સેમ્પલને ચકાસણી માટે FSLમાં મોકલી આપવામાં આવ્યા છે જેની રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ મામલે DRIની ટામને ડ્રગ્સની હેરફેર અંગે અગાઉ બાતમી મળી હતી. તેથી ત્યાર બાદ જામનગર ડીઆરઆઈ દ્વારા ગુજરાતનાં દરિયાકાંઠા પર તેમજ અન્ય પોર્ટ પર પણ ગેરકાનૂની રીતે ઘુસાડવામાં આવેલા ડ્રગ્નાંસ જથ્થા અંગે ગુપ્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ લગભગ 80 કિલો ડ્રગ્સ મળી આવ્યું હોવાનું સામે આવ્યુ છે. પીપાવાવ પોર્ટ પર જપ્ત કરેલા ડ્રગ્સના જથ્થા અંગે ગુપ્ત ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. તેથી ડ્રગ્સની હેરફેરને રંગેહાથ પકડવામાં આવી હતી. જે રીતે નકલી ઘરેણાં ઉપર સોનાનો ઢોળ ચઢાવવમાં આવે છે તે રીતે સુતળી ઉપર ડ્રગ્સનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. આ રીતે રાજ્યમાં ગેરકાનૂની રીતે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેમને આમાં સફળતા મળી નહી.
ગુજરાતમાં 7 દિવસમાં 436 કિલો હેરોઈન જપ્ત થયું છે. જેની કિંમત આશરે 2180 કરોડ રૂપિયા જેટલી છે. પીપાવાવ પોર્ટ પર 5 મહિના પહેલા જ કન્ટેનર આવી ગયુ હતું. કન્ટેનરમાંથી 80થી 90 કિલો હેરોઈન મળી આવ્યુ છે. જેની કિંમત 450 કરોડ રૂપિયા છે. જેમાં લિક્વિડ ફોર્મમાં હેરોઈન આવ્યું હતું. તેમજ 350 કિલો સુતળી આવી હતી. મળતી માહિતી મુજબ આ પીપાવાવ પોર્ટ નજીક ફોરવે પર કોન્ટ્રાન્સ લોજીસ્ટીક કંપનીમાં આયાતી કન્ટેનરો રાખવામાં આવે છે. જો કે ડીઆરઆઇને મળેલી બાતમીના આધારે અહીં પહોંચી એક કન્ટેનરની ઊંડાણપૂર્વક તપાસ કરાઇ હતી, જ બાદ કન્ટેનરમાં ડ્રગ્સ જેવો પદાર્થ મળી આવ્યો હતો. આ માલ ભારતમાં ક્યાંથી આવ્યો તેની વિગત હજુ બહાર આવી નથી. એજન્સીઓને સૌથી પહેલી શંકા આ કન્ટેઈનર રિફર કોલ્સ સ્ટોરેજવાળું હોવાને કારણે જ ગઈ હતી.
.