National

ઓમિક્રોન: એરપોર્ટ પર પ્રતિબંધ, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી આ સૂચના

નવી દિલ્હી: (Delhi) કોરોનાના (Corona) નવા વેરિએન્ટ ઓમિક્રોન (New Variant Omicron) દક્ષિણ આફ્રિકામાં મળ્યા બાદ અન્ય દેશોમાં તેના કેસ સામે આવ્યા બાદ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. ભારત સરકાર તરફથી તેના પર કડક નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખતા તે બધાને સઘન નિવારણ કરવા, સર્વેલન્સના પગલાં વધારવા અને કોરોના રસીકરણને વધુ તીવ્ર બનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. જણાવી દઈએ કે આ નવો પ્રકાર બ્રિટન, બેલ્જિયમ, જર્મની, ઇઝરાયેલ, ચેક રિપબ્લિક, ઇટાલી, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયામાં ફેલાયો છે. બીજી તરફ કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે ઓમિક્રોન વેરિઅન્ટ આ દેશો સિવાય એક ડઝન વધુ દેશોમાં ફેલાઈ ગયો છે અને તેના કેસો ધીમે ધીમે સામે આવશે.

કોરોનાવાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ વિશે વિશ્વભરમાં ડર વધી રહ્યો છે. હકીકતમાં, નિષ્ણાતોએ આ વાયરસને ડેલ્ટા કરતા પણ વધુ ખતરનાક ગણાવ્યો છે, કારણ કે તે અત્યાર સુધીનું સૌથી અત્યાધુનિક એટલે કે મ્યુટેડ વર્ઝન હોવાનું જાણવા મળ્યું છે. ઉદાહરણ તરીકે, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટમાં માત્ર બે મ્યુટેશન જોવા મળ્યા હતા, ત્યારે ઓમિક્રોન વેરિઅન્ટમાં 30 થી વધુ મ્યુટેશન નોંધાયા છે. આ કારણે આ ફોર્મના પ્રથમ કેટલાક કેસ મળ્યાના બે દિવસ પછી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને ચિંતાના પ્રકાર એટલે કે કોરોનાનું ચિંતાજનક સ્વરૂપ ગણાવ્યું હતું.

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ડરના પગલે દિલ્હી એરપોર્ટ પર કડક દિશા-નિર્દેશ જાહેર કરવામં આવ્યા છે. ઓમિક્રોનના ત્રણ હોટસ્પોટ ક્ષેત્રો- દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને હોંગકોંગથી આવનારા મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવો પડશે અને તેના પરિણામની રાહ જોવી પડશે. જે મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવશે તેને જ બહાર નીકળવા દેવામાં આવશે. કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હશે એવા મુસાફરોને હોસ્પિટલમાં મોકલવામાં આવશે. અન્ય ખતરો ધરાવતા દેશોમાંથી આવનારા પર્યટકોના પણ સેમ્પલ લેવામાં આવશે અને તેમને મોબાઈલ કે ઈમેલ પર રિઝલ્ટ મોકલવામાં આવશે.

ઓમિક્રોનના ખતરાને જોતા મુંબઈમાં વિદેશીથી આવનારા લોકો માટે નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત શહેરમાં આવનારા લોકો પર નજર રાખવામાં આવશે અને તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવનારા મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી હશે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જાહેરાત કરી હતી કે દક્ષિણ આફ્રિકી દેશોથી આવનાર કોરોના પોઝિટિવ આવશે તો તેનું જીનોમ સિક્વેન્સિંગ કરાવવામાં આવશે. 

Most Popular

To Top