ભારત (India)ના બરછી ફેંકનારા (Javelin throw)ઓએ ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. સુમિત એન્ટિલે (Sumit antile)આ સ્પર્ધામાં ભારતને ત્રીજો મેડલ (Third medal) અપાવ્યો છે. તેણે સોમવારે પુરુષોની (F64 કેટેગરી) ફાઇનલમાં ગોલ્ડ મેડલ (Gold medal) જીત્યો હતો. સુમિતની આ જીત સાથે ભારતની મેડલ ટેલી 7 થઈ ગઈ છે.
સુમિતે 68.55 મીટર દૂર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો. સુમિત એન્ટિલનો આ થ્રો પણ વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. સુમિત પહેલા અવની લખેરા (Avni lakhera)એ શૂટિંગ (Shooting)માં ભારતને ગોલ્ડ અપાવ્યું હતું. તેણીએ સોમવારે મહિલા R-2 10m એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક્સમા અવનીને શૂટરમાં ગોલ્ડ; ડિસ્ક થ્રોમાં યોગેશ અને જેવલિનમાં ઝાઝરિયાને સિલ્વર, બ્રોન્ઝ પણ મળ્યો છે.
પેરાલિમ્પિક્સ: સુમિત એન્ટિલે અકસ્માતમાં પગ ગુમાવ્યો, હવે ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો
સુમિતે આ મેચમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. તેણે પ્રથમ પ્રયાસમાં 66.95 મીટર ફેંક્યા હતા, જે વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. આ પછી, બીજા પ્રયાસમાં તેણે 68.08 મીટર ફેંકીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો. સુમિતે તેના પ્રદર્શનમાં વધુ સુધારો કર્યો અને પાંચમા પ્રયાસમાં 68.55 મીટર ફેંકીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જણાવી દઈએ કે વિનોદ કુમારે રવિવારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ તેની અવ્યવસ્થાની લાયકાત પર વિરોધ થયો હતો, ત્યારબાદ મેડલ અટકાવી દેવામાં આવ્યો હતો. બીએસએફના 41 વર્ષીય વિનોદ કુમારે 19.91 મીટરની શ્રેષ્ઠ ફેંક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુમિતને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું, ‘અમારા એથ્લેટ્સ પેરાલિમ્પિક્સમાં ચમકતા રહ્યા! પેરાલિમ્પિક્સમાં સુમિત એન્ટિલના રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન પર રાષ્ટ્રને ગર્વ છે. સુમિતને પ્રખ્યાત ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન. ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
પોતાના અગાઉના વર્લ્ડ રેકોર્ડને પાંચ વખત સારો બનાવ્યો
ગોલ્ડન બોય નીરજને મળેલી સફળતા હજુ ઉજવાય રહી છે ત્યાં હરિયાણાના સોનીપતથી 23 વર્ષીય સુમિતે પણ દેશને ગૌરવ અપાવ્યું છે, અને તેના પાંચમા પ્રયાસમાં 68.55 મીટર ફેંક્યા હતા, જે દિવસનું શ્રેષ્ઠ પ્રદર્શન અને નવો વર્લ્ડ રેકોર્ડ હતો. તેના બદલે, તેણે દિવસમાં પાંચ વખત 62.88 મીટરનો પોતાનો અગાઉનો વર્લ્ડ રેકોર્ડ સારો બનાવ્યો. જોકે, તેનો છેલ્લો થ્રો ‘ફાઉલ’ હતો. તેના ફેંકવાની શ્રેણી 66.95, 68.08, 65.27, 66.71, 68.55 અને ફાઉલ હતી.
ગોલ્ડન ગર્લ અવનીએ ટોક્યો પેરાલિમ્પિક શૂટિંગમાં દેશનું નામ રોશન કર્યું છે
સામાન્ય રીતે 19 વર્ષની અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્માં ધીમી શરૂઆત કરી હતી. જો કે તેણે તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 621.7 ના કુલ સ્કોર સાથે 7મું સ્થાન મેળવીને ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું. બાદમાં ખૂબ જ મહેનત કરીને ભારતની અવની લખેરાએ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જન્માષ્ટમીના શુભ અવરસે વિવિધ સ્તરે ઉજવણી ચાલી રહી છે દરમિયાન ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ ભારત પર મેડલોનો વરસાદ થતા રમત જગતમાં ઉજવણી માહોલ છે. સોમવારે ભારતના ખેલાડીઓએ 4 મેડલ જીત્યા છે. પેરાલિમ્પિક્સમાં ભારતને અત્યારસુધી 7 મેડલ મળ્યા છે, જેમાં 1, ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ જીત્યા છે.
મહત્વની વાત છે કે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતની અવની લખેરાએ મહિલાઓની 10 મીટર AR રાઇફલ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં 249.6 પોઇન્ટ મેળવ્યા હતા, જે ડિસેમ્બર 2018માં યુક્રેનની ઇરિના શેતનિક દ્વારા રચાયેલા વર્લ્ડ રેકોર્ડની બરાબરી પણ ગણવામાં આવી રહી છે. ફાઇનલમાં ચીની શૂટર દ્વારા અવનીને કાંટાની ટક્કર આપવામાં આવી હતી, પરંતુ પછી તેણે પોતાના અચૂક નિશાનથી તેને હરાવી હતી.
અન્ય સ્પર્ધામાં પણ સારો દેખાવ
ભારતના યોગેશ કથુનિયાએ F56 ડિસ્ક થ્રો ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. સોમવારે તેના છઠ્ઠા અને છેલ્લા પ્રયાસમાં (44.38 મીટર, સિરીઝ શ્રેષ્ઠ) તેણે પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંક્યો અને મેડલ કબજે કર્યો. આ સિવાય દેવેન્દ્ર ઝાઝરિયાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો અને સુંદર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ભારતને કઈ સ્પર્ધામાં મેડલ મળ્યા
શૂટિંગમાં ગોલ્ડ મેડલ.
ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ.
ડિસ્ક થ્રોમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ.
હાઇ જમ્પમાં સિલ્વર મેડલ.
જેવલિન થ્રોમાં એક-એક ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ.