Business

ક્રિપ્ટો કરન્સીની આ બાબતમાં ભારત બન્યું વિશ્વમાં નંબર 1, ત્રણ જ મહિનામાં ચિત્ર બદલાયું

નવી દિલ્હી: વીતેલા ત્રણ મહિનામાં ભારતીય રોકાણકારો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનું પ્રમાણ એટલી હદે વધ્યું છે કે ભારત ક્રિપ્ટોમાં રોકાણ કરનારા દેશોની યાદીમાં નંબર 1 પર પહોંચી ગયું છે. ભારતે ક્રિપ્ટોમાં રોકાણ મામલે બ્રાઝિલ અને હોંગકોંગને પણ પાછળ છોડી દીધું છે. નોંધનીય છે કે આ યાદીમાં ટોપ-3માં ભારત, બ્રાઝિલ અને હોંગકોંગ સામેલ છે. જે એવા દેશો છે કે જ્યાં ક્રિપ્ટો કરન્સીમાં સૌથી વધુ નવા રોકાણકારો જોડાયા છે.

ક્રિપ્ટો એક્સચેન્જ સંસ્થાએ વિશ્વના 20 દેશોમાં સર્વે કર્યા બાદ રિપોર્ટ જાહેર કર્યો તેમાં ભારતને ટોચમાં સ્થાન આપ્યું

વિશ્વના 20 દેશોમાં કરાયો સર્વે
વિશ્વના 20 દેશોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. જે નવેમ્બર 2021 થી ફેબ્રુઆરી 2022 વચ્ચે થયો હતો. તેમજ ટોપ-3 દેશોની વાત કરીએ તો આ સર્વેમાં ભારતના 1706 રોકાણકારો, બ્રાઝિલના 1700 અને હોંગકોંગના 1105 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં આ દેશોના લગભગ 30,000 વ્યક્તિઓના મંતવ્યો સામેલ હતા. આ રોકાણકારોના અભિપ્રાયના આધારે આ ખુલાસો કંપનીએ તેનો વિગતવાર સર્વે રિપોર્ટમાં રજૂ કર્યો છે

ભારતમાં સૌથી વધુ 54% રોકાણ થયુ
ભારત એ ટોચના ત્રણ દેશોમાં સામેલ છે જ્યાં છેલ્લા ત્રણ મહિનામાં ક્રિપ્ટોમાં રોકાણનું પ્રમાણ વધ્યું છે. ક્રિપ્ટો એક્સચેન્જ જેમિનીના એક રિપોર્ટ અનુસાર તાજેતરના એક સર્વેમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ મુજબ ભારતના 54 ટકાથી વધુ રોકાણકારો એવા છે જેઓએ વીતેલા એક વર્ષમાં પહેલી વખત ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે. જ્યારે બ્રાઝિલ અને હોંગકોંગમાં આવા રોકાણકારોની સંખ્યા 51 ટકા છે.

ભારતમાં ક્રિપ્ટો પર લાગશે 50% ટેક્સ
જ્યારે સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે, ત્યારે ભારત પણ આ મામલે પોતાને ટોચ પર જાળવી રહ્યું છે. એવા સમયે પણ જ્યારે ભારતમાં સરકારે ક્રિપ્ટો એસેટના નફા પર 30 ટકાનો ભારે ટેક્સ લાદ્યો છે. આ સાથે ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર એક ટકા TDS કાપવાનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે. તેમજ મંગળવારે બીજેપી નેતા સુશીલ કુમાર મોદીએ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના સભ્યને જણાવ્યું હતું કે ભારતે ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ એસેટના ફાયદા પર 50 ટકા સુધીનો ટેક્સ લાદવાનું વિચારવું જોઈએ.

ક્રિપ્ટોમાં મહિલાઓની રુચિ વધુ
રિપોર્ટમાં વધુ એક વાત સામે આવી છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ક્રિપ્ટોકરન્સીના અસ્થિર બજારમાં, જ્યાં વિશ્વની રુચિ વધી રહી છે, ત્યાં મહિલાઓ આ બાબતમાં પુરુષો કરતાં વધુ પાછળ નથી. પહેલા કરતા વધુ મહિલાઓ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં પણ ક્રિપ્ટોમાં રોકાણ કરતી મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે, તેમ છતાં સરકારે દેશમાં ક્રિપ્ટો પર ભારે ટેક્સના નિયમો લાદ્યા છે. તેમાંથી અડધાથી વધુ મહિલાઓ ઇઝરાયેલ, ઇન્ડોનેશિયા અને નાઇજીરીયા જેવા વિકાસશીલ દેશોની હતી.

Most Popular

To Top