National

હવે RTPCRની જરૂર નહીં, નિશ્ચિંત બની પ્લેનમાં મુસાફરી કરો, આ તારીખથી સરકાર નિયંત્રણો હળવા કરી રહી છે


નવી દિલ્હી: કોરોના (Corona) વાયરસ (Virus) રોગચાળાના સંકટમાં સુધારાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Central Health Department) આંતરરાષ્ટ્રીય આગમન (International Passengers) માટે નવી માર્ગદર્શિકા (New Guideline) બહાર પાડી. આ મુજબ 14 ફેબ્રુઆરીથી ‘એટ રિસ્ક’ (At Risk) અને અન્ય દેશોની શ્રેણી દૂર કરવામાં આવશે. ઉપરાંત 14 ફેબ્રુઆરીથી ભારત આવતા મુસાફરોને RTPCR ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં. માત્ર રસીકરણ (Vaccination) રિપોર્ટ (Report) અપલોડ કરવાનો રહેશે.

  • દેશમાં 14 ફેબ્રુઆરીથી ભારત આવતા મુસાફરો માટે નવી માર્ગદર્શિકા લાગુ પડશે
  • મુસાફરોને RTPCR ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં, માત્ર રસીકરણનો રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે
  • 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈન પણ નાબૂદ કરાશે, બે ટકા મુસાફરોનું જ રેન્ડમ ટેસ્ટીંગ કરાશે

આ સિવાય એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં. તે જ સમયે, સાત દિવસની હોમ ક્વોરેન્ટાઇન (Home Quran tine) નાબૂદ કરવામાં આવશે. માત્ર 14 દિવસ માટે સેલ્ફ મોનિટરિંગ કરવાનું રહેશે. માત્ર બે ટકા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ (Random Testing) કરવામાં આવશે.

માર્ગદર્શિકા મુજબ, ભારતની મુસાફરી કરતા મુસાફરોએ મુસાફરી કરતા પહેલા એર સુવિધા પોર્ટ (https://www.newdelhiairport.in/airsuvidha/apho-registration) પર સ્વ-ઘોષણા ફોર્મમાં સંપૂર્ણ અને વાસ્તવિક માહિતી પ્રદાન કરવી પડશે, જેમાં મુસાફરી છેલ્લા 14 દિવસની વિગતો પણ સામેલ કરવામાં આવશે. મુસાફરોએ મુસાફરી શરૂ થયાના 72 કલાકની અંદર નકારાત્મક RTPCR ટેસ્ટ રિપોર્ટ અથવા સંપૂર્ણ રસીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.
સંબંધિત એરલાઇન્સ અને એજન્સીઓએ મુસાફરોને તેમની ટિકિટ સાથે શું કરવું અને શું ન કરવું તેની માહિતી આપવાની રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે એરલાઈન્સે માત્ર એવા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવી છે જેમણે સ્વ-ઘોષણા ફોર્મમાં તમામ વિગતો ભરી છે અને તેમનો RTPCR ટેસ્ટ રિપોર્ટ અથવા રસીકરણ પ્રમાણપત્ર દર્શાવ્યું છે.

આંદામાન-નિકોબારમાં નવા 10 કેસ નોંધાયા
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કોવિડ-19ના આઠ નવા કેસ નોંધાયા છે, જે અગાઉના દિવસ કરતા 10 ઓછા છે. આ સાથે, કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 9,951 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન કોઈ મૃત્યુ નોંધાયું નથી અને રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 129 પર સ્થિર છે. તેમણે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં 168 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 9,654 દર્દીઓ ચેપ મુક્ત થયા છે. અધિકારીએ જણાવ્યું કે કોવિડ સામે રક્ષણ માટે અત્યાર સુધીમાં અહીં 6,05,689 લોકોને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top