World

ભારતમાં ઘૂસણખોરી કરી મોદીને વિશ્વમાં નીચા દેખાડવાની ચીને રમી હતી ચાલ પણ…

નવી દિલ્હી: જૂન 2020માં ગલવાન ખીણમાં ચીની (China) સૈનિકોની ઘૂસણખોરી અને ભારતીય સૈનિકો સાથેની અથડામણ અચાનક કે આકસ્મિક નહોતી, પરંતુ તેની પાછળ ચીનનું મોટું ષડયંત્ર હતું. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા ગુપ્તચર અભ્યાસમાંથી બહાર આવેલા અહેવાલે દરેકની ઊંઘ ઉડાવી દીધી છે. અત્યાર સુધી ગલવાન ખીણમાં હિંસક અથડામણ બંને દેશોના સૈનિકો વચ્ચે અચાનક સામસામે થઈ જવાનું પરિણામ હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના અભ્યાસના અહેવાલે ચીનના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. ભારતીય સૈનિકોએ શહીદી વ્હોરી સીમાઓનું રક્ષણ કર્યું હતું. ચીનનો ઇરાદો ભારતના ઘણા મોટા વિસ્તારો પર કબજો કરવાનો હતો.

પાકિસ્તાન સાથે મળી ભારતના આ પ્રદેશ પર કબ્જો કરવાની ચીનની ગંદી ચાલને સૈનિકોએ ઊંધી પાડી

ચીન ભારતના આ હિસ્સા પર કબજો કરવાના ઈરાદાથી ઘુસ્યું હતું
ગલવાન ખીણમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી કારણ વગરની ન હતી. આંતરરાષ્ટ્રીય અભ્યાસના અહેવાલ મુજબ અક્સાઈ ચીન વિસ્તારમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી તમામ વિવાદિત વિસ્તારો પર સંપૂર્ણ કબજો કરવાના ઈરાદાથી કરવામાં આવી હતી. આ માટે ચીની સૈનિકો સંપૂર્ણ પ્લાનિંગ સાથે ભારતીય સરહદમાં ઘૂસી ગયા હતા. શી જિનપિંગ વિવાદિત સરહદી વિસ્તાર પર કાયમી નિયંત્રણ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા. તેમનો ઇરાદો ચીન દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ના તમામ વિવાદિત વિસ્તારો પર કબજો કરવાનો હતો. પરંતુ ભારતીય સૈનિકોએ ચીનને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી.

20 ભારતીય જવાનો શહીદ થયા હતા
ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ અથડામણમાં ચીનના લગભગ 50 સૈનિકો માર્યા ગયા હતા. પરંતુ ચીને તેનો ખુલાસો કર્યો નથી. જો ચીનને ભારતીય સૈનિકો દ્વારા પાઠ ન શીખવવામાં આવ્યો હોત તો તેઓ ભારતના ઘણા મોટા વિસ્તારો પર કબજો કરી લેત.

ચીન 15 વર્ષથી કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
ચીનનું આ ષડયંત્ર એક-બે વર્ષના પ્લાનિંગનું પરિણામ નથી પરંતુ આ માટે તે લગભગ 15 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છે. ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પાસેના તમામ વિવાદિત વિસ્તારો પર કબજો કરવા માંગે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ માટે ચીનના સૈનિકો વર્ષમાં સાતથી આઠ વખત ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરે છે. પરંતુ ભારતીય સેનાની સતર્કતાને કારણે તેને અત્યાર સુધી સફળતા મળી નથી.

2020માં ચીન કોઈપણ રીતે ભારતીય પ્રદેશો પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું
મળતી માહિતી મુજબ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સેના જૂન 2020માં નિયંત્રણ રેખા પરના તમામ વિવાદિત વિસ્તારોને કબજે કરવા માંગતી હતી. અભ્યાસમાં ઓછામાં ઓછા 13 એવા સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં ચીને સંપૂર્ણપણે કબજો કરવાના ઈરાદા સાથે પ્રવેશ કર્યો હતો. આ માટે શી જિનપિંગે યુદ્ધની સંપૂર્ણ તૈયારી પણ કરી લીધી હતી. ચીની ફૂટ સૈનિકો ઉપરાંત લડાયક વાહનો પણ મોટી સંખ્યામાં સરહદ પર પહોંચી ગયા હતા. ચીન વિવાદિત વિસ્તારોને બળ વડે કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

ચીનનો ઈરાદો નિયંત્રણ રેખા પાસેના તમામ વિવાદિત પ્રદેશો પર કબજો કરીને ભારતની સરકારને દેશ અને વિદેશમાં નિષ્ફળ સાબિત કરવાનો હતો. જેથી તે પાકિસ્તાનને પણ મજબુત બનાવી શકે અને તેનાથી ભારતની અંદર યુદ્ધ થઈ શકે.સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ચીન જાણતું હતું કે જો તે સફળ થશે તો ભારતમાં પીએમ મોદીનો ભારે વિરોધ થશે અને લોકો તેમને સત્તા પરથી હટાવી દેશે. ત્યારે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરમાં પણ તેનો ફાયદો મળશે. આ પછી તે પાકિસ્તાનને કાશ્મીર પર કબજો મેળવવામાં મદદ કરશે. પરંતુ ભારતીય સૈનિકોએ શી જિનપિંગના પગલાને કચડી નાખ્યું. ભારતીય સૈનિકોના જુસ્સાને જોઈને ચીને પીછેહઠ કરી હતી.

Most Popular

To Top